સિદ્ધપુર ટાઉનમાં ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરતા મારુતિ ચાલક દંડાયો

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુર ટાઉનના તિરુપતિ માર્કેટ આગળ મુકેશભાઈ નરસિંહભાઈ માળી, ઉ વ.૨૪,રહે.ખળી,તા.સિદ્ધપુરવાળા પોતાની મારુતિ વાન નં.જીજે.૨૪.એએમ.૨૭૪૪ ને જાહેર રોડ ઉપર આવતા જતા વાહનોને અડચણરૂપ થાય તે રીતે પાર્ક કરેલી હોવાથી તેના વિરુદ્ધ સિદ્ધપુર પોલીસે ઈપીકો ૨૮૩ હેઠળ કાર્યવાહી કરી હતી. સિદ્ધપુર ટાઉનમાં પ્રવર્તમાન સમયે ટ્રાફિકની જટિલ સમસ્યા નગરજનોને સતાવી રહી છે.આ સમસ્યા નિવારણ માટે પોલીસ કડક હાથે કાર્યવાહી કરે તેવું નગર જનો ઈચ્છી રહ્યા છે. ટાઉનમાં આડેધડ પાર્ક કરાતા વાહનો અને રોડ ઉપર જ ખડકાતી લારી ઓથી શહેરના જાહેર માર્ગો સાંકડા બની જવા પામ્યા છે.તેમાંય ટાવરથી ઝાંપળીપોળ સુધીના દિવસ ભર સર્જાતા ટ્રાફિકથી તેમજ રાત્રીના સમયે બરફ ના ગોળાવાળાઓ જાહેર માર્ગની ઉપર જ ખુરશીઓ પાથરી કબજો જમાવી દેતા હોવાથી અહીંથી પસાર થતા વાહનચાલકો સહિત રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસતંત્ર અને પાલિકાતંત્ર સહીયારી ટ્રાફિક ડ્રાઈવ યોજે તેવુ નગરજનો ઈચ્છી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here