નર્મદા જીલ્લામા ગતરોજ ડેડિયાપાડા વિસ્તારમાં ગાજ-વીજ સાથે વીજળી પડતા મહિલાનુ મોત

ડેડીયાપાડા,(નર્મદા) આશિક પઠાણ :-

દેડિયાપાડાના મુલકાપાડા ગામે પોતાના ખેતરમાં આંબલીના ઝાડ નીચે ઉભેલી મહિલા ઉપર વીજળી પડતા સ્થળ ઉપર જ મોત

નર્મદા જીલ્લાના દેડિયાપાડા તાલુકામા છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડ્યો હોવાના સમાચાર વચ્ચે દેડિયાપાડા તાલુકાના જ મુલકાપાડા ગામ ખાતે એક મહિલા ઉપર વીજળી પડતા સ્થળ ઉપર જ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

દેડિયાપાડા તાલુકા ના મુલકાપાડા ગામ ખાતે રહેતી મોધીબેન રાજીયભાઇ વસાવા ઉ.વ. 45 નાઓની પોતાના ઢોર ઢાંખર લઇને તેમને ચાર ચરાવવા માટે સીમ મા આવેલ પોતાના ખેતરમાં પણ કામગીરી અર્થ ગઇ હતી જે પોતાના ખેતરમાં કામ કરી રહી હતી ત્યારે અચાનક જ ગતરોજ બપોર વા અઢી વાગ્યા ના સુમારે વાવાઝોડું અને પવન ફુંકાતા તેમજ ગાજવીજ સાથે વરસાદ પડતા તેણી પોતાના ખેતરમાં આવેલ આંબલીના ઝાડ નીચે ઉભેલી થઇ ગયેલી ત્યારે અચાનક જ વીજળી પડતા તેણી નુ મોત નિપજ્યું હતું.

બનાવ ની જાણ થતા લોકો દોડી આવ્યા હતા અને પોલીસ ને જાણ કરતા પોલીસે આકસ્મિક મોત નો બનાવ નોધી પોતાની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here