પોરબંદર : ધ ગ્રેટ અશોકા બુદ્ધ વિહાર ખાતે સમ્યક સમ બુદ્ધ મહાકારુની ગોતમ બુદ્ધની 2567 મી ત્રીગુણી વૈશાખી બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

પોરબંદર, પ્રવાસી પ્રતિનિધિ :-

તા:05/05/2023 ના રોજ પોરબંદર : ધ ગ્રેટ અશોકા બુદ્ધ વિહાર ખાતે સમ્યક સમ બુદ્ધ મહાકારુની ગોતમ બુદ્ધની 2567 મી ત્રીગુણી વૈશાખી બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી.
આ અવસરે પૂજ્ય ભન્તે પ્રજ્ઞા રત્ન થેરો દ્વારા બુદ્ધ વંદના, ત્રિચરણ,પંચ શિલ ધમદેશના અને વિપશ્યના ની સમજ આપવામાં આવી હતી.પ્રો ડો વાધેલા સાહેબ,આયુષ્માન મિતવર્ધનજીદ્વારકા,તથા મહેન્દ્ર વાળા દ્વારા પ્રાંસંગિક પ્રવચન આપવામાં આવ્યા હતા. ધ ગ્રેટ અશોકા બુદ્ધ વિહાર પોરબંદરમાં સવારે 9:30 થી સાંજે 4:00 કલાક સુધી અને સાંજે 6:00 કલાકે કમલાબાગ પોરબંદર થી ધમ્યત્રા શાંત મોન રેલી ના થયેલા આ આયોજનમાં બહોળી સંખ્યામાં ઉપાસક ઉપસિકા ઓ તેમજ બોદ્ધ ધર્મ અનુયાયો એકત્ર થયા હતા. બોદ્ધ ધર્મ માં દરેક પૂર્ણિમાનું આગવું મહત્વ છે એમાં વૈશાખી પૂર્ણિમા તથાગત ગોતમ બુદ્ધ ના જન્મ સંબધી અને મહાપરી નિર્વાણ અને બોધી જ્ઞાન પ્રાપ્તિ એમ ત્રણે ધટના આ દિવસે બની હોવાથી આ પૂર્ણિમા ને ત્રીગુણી બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે બોદ્ધ રાષ્ટો અને પૂરા વિશ્વમાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે તમામ ઉપાસકો અને ઉપસિકા દ્વારા સંઘ ભોજન કરી બુદ્ધ પૂર્ણિમા ની ઉજવાની કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here