નર્મદા જીલ્લામાં મનરેગા યોજના અંતર્ગતના કામો પંચાયતોને ના સોંપી ટેંડરિંગની પ્રક્રિયા હાથ ધરતાં સરપંચ પરિષદ દ્વારા વિરોધ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

સરપંચ પરિષદ ના ઝોન પ્રમુખ નિરંજન વસાવા ની આગેવાની માં જીલ્લા વિકાસ અધિકારી ને આવેદનપત્ર પાઠવી પાંચ લાખ થી નીચે ના કામો પંચાયતો દ્વારા જ થાય ની માંગણી

જો પંચાયતો ના આ કામો ટેન્ડર્સ દ્વારા કરવામાં આવસે તો વિધાનસભા ની ચુંટણી માં મતદાન બહિષ્કાર ની સરપંચો ની ચિમકી

રાજ્ય વિધાનસભાની ચુંટણીઓ નજીક આવતાં અનેક પ્રશ્નો સરકાર સામે ઊભા થઈ રહયા છે, સરકારી કર્મચારીઓ ના પ્રશ્નો નુ હાલ માંજ નિરાકરણ આવ્યૂ ત્યાં નર્મદા જીલ્લા જેવા આદિવાસી પછાત વિસ્તાર મા વિકાસ નાં જે કામો ગ્રામ પંચાયતો મારફતે થતાં તે કામો ના ટેન્ડર બહાર પાડવામાં આવી રહયા હોય ને આ પ્રક્રિયા નું ગુજરાત સરપંચ પરિષદ દ્વારા વિરોધ કરવમાં આવી રહ્યું છે, સરપંચ પરિષદ ના ઝોન પ્રમુખ નિરંજન વસાવા ની આગેવાની માં આજરોજ જીલ્લા ના સરપંચો એ એકત્રિત થયી ને નર્મદા જીલ્લા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપ્યુ હતું અને પાંચ લાખ ની મર્યાદા વિકાસ ના કામો જેતે પંચાયત હસ્તક જ થાય ની માંગણી કરવામાં આવી હતી.

નર્મદા જિલ્લામાં આવેલ ગ્રામ પંચાયતોના આગેવાન સરપંચ પરિષદ ગુજરાત નર્મદા ઝોન પ્રમુખ નિરંજનભાઇ વસાવા તેમજ અન્ય ગ્રામ પંચાયતોના સરપંચ ઓ દ્વારા નર્મદા જિલ્લા વિકાસ અધિકારીને ગ્રામ પંચાયતોના વિકાસ લક્ષી યોજનાઓ જેમકે મનરેગા આયોજન મંડળ 15 ટકા તેમજ અન્ય ગ્રામ પંચાયતોના વિકાસ લક્ષી યોજનાઓનું જે ટેન્ડરીકરણ થઈ રહ્યું છે એનો જિલ્લાના તમામ સરપંચ ઓ વિરોધ કરી રહ્યા છે અને સરકાર ના પરિપત્ર મુજબ જે ગ્રામ પંચાયતોના વિકાસના કામો છે એમાં પાંચ લાખથી નીચેના જે કામો છે એ તમામ કામો ગ્રામ પંચાયતોના નેજા હેઠળ તેમજ સરપંચ ની આગેવાનીમાં થવા જોઈએ સરકાર ના પરિપત્રનો ઉલ્લંઘન કરી અને તાલુકા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષા દ્વારા ટેન્ડર પાડવામાં આવી રહ્યા છે જેનાથી જોઈએ એવો વિકાસ ગ્રામ પંચાયતોમાં થઈ નથી રહ્યા અને જો આવનારા દિવસોમાં અમારા જિલ્લાના સરપંચ ઓની માંગણીઓ નહીં સંતોષાય તો અમે તમામ સરપંચ ઓ ગાંધી ચિંધ્યા માર્ગે ઘરણા પર બેસીશું અને ચૂંટણી બહિષ્કાર કરીશું જેથી કરી આ મનરેગામાં જે ટેન્ડર થયું છે એ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે એ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મતદાન ના બહિષ્કાર ની ચીમકી સરપંચો એ ઉચ્ચારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here