પંચમહાલ : બાહી કુમાર શાળાને ૧૩૮ વર્ષ પૂર્ણ થતાં શાળા સ્થાપના દિનની ઉજવણી કરાઈ

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શાળાના પૂર્વ વિદ્યાર્થીઓનું કરાયું સન્માન

દાતાઓ સહિત તેજસ્વી તારલાઓનું બહુમાન

શહેરા તાલુકાની બાહી કુમારશાળાના ૧૩૮ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં શાળા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. શાળામાંથી અભ્યાસ કરીને પોતાની કારકિર્દી બનાવનાર વ્યક્તિઓને પણ વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા આવ્યા હતા.
ગામના વરિષ્ઠ નાગરિક અને શિક્ષણ ક્ષેત્રમાં સારી એવી નામના મેળવનાર શ્રી પી.ડી.સોલંકીના અધ્યક્ષસ્થાને શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગામમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ,એસએમસીના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો, પી.એચ.સી અને બેંકના મેનેજર ,બાહી કન્યાશાળા અને બાહી હાઇસ્કુલ સ્ટાફ તેમજ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો અને શાળાના મુખ્ય શિક્ષકશ્રીએ શાળામાં વર્ગખંડ શિક્ષણ કાર્યની સાથે સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ શાળામાં યોજાતા કાર્યક્રમોની માહિતી આપી હતી.
શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે તે માટે ગામમાંથી પધારેલ ગ્રામજનોએ અને દાતાશ્રીઓએ આર્થિક સહયોગ આપ્યો અને શાળાના વિકાસ માટે તમામ રીતે સહયોગ આપવાની ખાતરી પણ આપી હતી. બાળકોના આખા વર્ષ દરમિયાનના પરફોર્મન્સને આધારે તેમને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા તેમજ દાતાશ્રીઓને સન્માનપત્ર આપીને સન્માનવામાં આવ્યા હતા.
બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.બાહી કુમાર શાળામાંથી જ અભ્યાસ કરીને હાલમાં અધિક કલેક્ટર વડોદરા તરીકે ફરજ બજાવતા શ્રી ગોપાલચંદ્ર ડી. બામણીયાના શુભેચ્છા સંદેશને વાંચવામાં સાથે ધોરણ – ૮ના બાળકો નો વિદાય સમારંભ પણ યોજવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here