નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાનો નાના કાકડીઆંબા ડેમ ભયજનક સપાટી પાસે પહોંચ્યો

સાગબારા,(નર્મદા) આશિક પઠાણ :-

હાલ ડેમની જળસપાટી 187 મીટરે જયારે ભયજનક સપાટી187.41 મીટર ભયજનક સપાટી થી માત્ર .41 મીટર જ દુર

ચોપડવાવ ડેમની હાલની સપાટીને અનુલક્ષીને સાવચેતીરૂપે નદી કિનારાના નિચાણવાળા ગામોને સાવધ રહેવા સુચના

નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી આજે તા. ૩ જી ઓક્ટોબર,૨૦૨૧ ને રવિવારના રોજ પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ સાગબારા તાલુકાના નાના કાકડીઆંબા ડેમની સપાટી આજરોજ સવારે 187 મીટર છે. અને તેની ભયજનક સપાટી 187.41 મીટર છે. હાલની પરિસ્થિતિએ દરરોજ આશરે ૨ થી ૩ સે.મી. ડેમની સપાટી વધી રહી છે. આમ, જો ઉપરવાસમાં વરસાદ ન આવે તો હાલના સંજોગોમાં ડેમ ઓવરફલો થવાની સંભાવના નથી. તથા ચોપડવાવ ડેમની હાલની સપાટી ૧૮૭.૦૦ મીટર છે અને તેની ભયજનક સપાટી ૧૮૭.૪૧ મીટર છે. હાલની પરિસ્થિતિએ દરરોજ આશરે ૧૦ સે.મી. ડેમની સપાટી વધી રહી છે. આમ, જો ઉપરવાસમાં વરસાદ ન આવે તો આશરે ચારેક દિવસ બાદ સિમિત માત્રામાં ઓવરફલો થવાની સંભાવના રહેલી છે. હાલ ડેમ ઓવરફ્લો થયેલ નથી અને ગઇકાલના બપોરના ૨:૦૦ વાગ્યા બાદ વરસાદ પડેલ નથી. પરંતુ હાલ જીલ્લા મા વરસાદી માહોલ જામ્યો હોય ડેમ ઓવરફલો થવાની શક્યતાઓ પણ જણાઇ રહી છે.

જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી વધુમાં પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નિચાણવાળા ગામોના સરપંચશ્રીઓ-તલાટીશ્રીઓને સાવધ રહેવા અને જરૂર પડ્યે રેસ્ક્યુ અને આશ્રય સ્થાનો તૈયાર રાખવા તથા ગ્રામજનોને નદી કિનારે ન્હાવા, કપડાં ધોવા, માછીમારી કે અન્ય કોઈ પણ કારણે અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here