નર્મદા જીલ્લાના દેવમોગરા મંદિરે દર્શન કરી પરત ફરતાં ડેડીયાપાડાના ધારાસભ્યના પુત્ર અને જીલ્લા પંચાયતના ભાજપા સદસ્યની મારામારી પ્રકરણમા સાંસદ મનસુખ વસાવાની એન્ટ્રી

ડેડીયાપાડા,(નર્મદા) આશિક પઠાણ :-

ભાજપા ના હિતેશ વસાવા એ મામલો શાંત પાડયો હોવાનો સાંસદ મનસુખ વસાવા એ પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર ઉલ્લેખ કર્યો

ઝઘડો BTP અને ભાજપા વચ્ચે નો નહી ભાજપા ના જીલ્લા પંચાયત સદસ્ય વચ્ચે ના પડ્યા હોત તો ધારાસભ્ય ના પુત્ર ને ભાગવાનો મોકો પણ ના મળતો– સાંસદ મનસુખ વસાવા

નર્મદા જીલ્લા ના પ્રસિદ્ધ આદિવાસીઓ. ના કુળદેવી મનાતા પાંડોરી માતા ના દેવમોગરા ખાતે ના મંદીરે થી દર્શન કરી પરત ફરતાં ડેડીયાપાડા ના ધારાસભ્ય મહેશ વસાવા ના પુત્ર ગૌરાંગ વસાવા અને નર્મદા જીલ્લા પંચાયત ના ભાજપા સદસ્ય હિતેશ વસાવા ઉર્ફે ભોલા દીવાલ વસાવા ના જુથો વચ્ચે માર્ગ માંથી વાહનો હટાવવા મામલે થયેલ ઝઘડા માં બન્ને પક્ષો એ સામસામે સાગબારા પોલીસ મથક માં ફરિયાદો નોંધવી છે, ત્યારે આ મામલા માં સાંસદ મનસુખ વસાવા એ પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર એક પોસ્ટ મૂકી , સમગ્ર મામલા ને BTP અને ભજપ વચ્ચે નો ના હોવાનું જણાવ્યું છે,અને પોતે વિશેષ મા પોતાની પોસ્ટ મા લખ્યું છે કે જો ભાજપા ના જીલ્લા પંચાયત સદસ્ય હિતેશ વસાવા વચ્ચે પડી મામલો થાળે ના પાડયો હોત તો ધારાસભ્ય મહેશ વસાવા ના પુત્ર ને ભાગવાનો પણ મોકો મળ્યો ના હોત.

સાંસદ મનસુખ વસાવા એ પોતાના ફેસબુક એકાઉન્ટ માં મુકેલ પોસ્ટ મા જણાવ્યું છે કે
માત્ર રાજકીય લાભ ખાટવા અમુક વિઘ્ન સંતોષીઓ દેવમોગરામાં ભાજપ અને બીટીપી વચ્ચે થયેલ ઝઘડો બીટીપી અને ભાજપ વચ્ચેનો નહિ પરંતુ આ બાબતનું આખું ચિત્ર કઈંક અલગ જ હોવાથી આ ઘટનાને મોટુ સ્વરૂપ આપી રહ્યા છે. આ ઘટનાના મૂળમાં જઈએ તો ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવાના પુત્ર અને એમના કૌટુંબિક ભાઈઓ સહિત એમના મિત્રો દેવમોગરા ખાતે આવ્યા હતા, ત્યાં તેઓની ગાડી રસ્તામાં હતી એ દરમિયાન ડેડીયાપાડાના યુવાનો એમને પાર્કિંગ બાબતે કેહવાં જતાં ડેડીયાપાડાના ધારાસભ્યના પુત્રનો અહમ ઘવાયો હતો અને તેઓ ધારિયાઓ બતાવી ડેડીયાપાડાના ધારાસભ્યના પુત્ર અને એમની સાથેના મિત્રોએ યુવાનોને ધમકાવ્યા હતા. એ જોઈ યુવાનોની સાથે આવેલી કુટુંબની મહિલાઓએ એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, એ દરમિયાન એમણે એ મહિલાઓ સાથે પણ અશોભનીય વર્તન કર્યું હતું, એમને ગાળો ભાંડી હતી એમને માર માર્યો હતો.

આ ઘટના વિશે નર્મદા જિલ્લા પંચાયત ડેડીયાપાડાના સભ્ય હિતેશભાઈ દીવાલભાઈ વસાવાને જાણ થઈ હતી, તેમના મતવિસ્તારના લોકોસાથે આવી નિમ્નકક્ષાની ઘટના ઘટતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને વચ્ચે પડી છોડાવવાનો પ્રયત્ન કરી છુટા પાડ્યા હતા. જો હિતેશ વસાવા ત્યાં ન પહોંચ્યા હોત તો ડેડીયાપાડાના ધારાસભ્યના પુત્ર અને એમના મિત્રોને ત્યાંથી ભાગવાનો મોકો પણ મળ્યો ન હોત, અને આ ઘટનાએ બીજું મોટું સ્વરૂપ લઇ લીધું હોત જિલ્લા પંચાયતના સભ્ય શ્રી હિતેશભાઈ વસાવા એ ઝગડો શાંત પડવાનું કામ કર્યું છે સામા પક્ષે હિતેશભાઈ વસાવાનો ઉપકાર માનવો જોઈએ.

સાંસદ મનસુખ વસાવા અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી વચ્ચે ચાલતો વિવાદ તો જગજાહેર છે ત્યારે સાંસદ મનસુખ વસાવા એ મુકેલ આ ફેકબુક પોસ્ટ ના નર્મદા જીલ્લા સહિત ભરૂચ જિલ્લામાં કેવા પ્રત્યાઘાતો પડે છે તે આગામી દિવસોમાં જોવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here