નર્મદા જીલ્લાના દેડિયાપાડા મહારાષ્ટ્રના સ્ટેટ હાઇવે ઉપરના કાલબી ગામ પાસે અકસ્માતમા બે ભાઈઓના મોત

ડેડીયાપડા,(નર્મદા) આશિક પઠાણ :-

કેવડી ગામ ના એકટીવા પર સવાર યુવાનો ને પુરપાટ ઝડપે દોડતી ટ્રકે પાછળથી અડફેટમાં લેતા બન્ને ના સારવાર દરમ્યાન મોત

નર્મદા જીલ્લા ના દેડિયાપાડા તરફ થી મહારાષ્ટ્ર તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર આવેલ કાલબી ગામ પાસે ના સ્મશાન પાસે એક પુરપાટ ઝડપે દોડતી ટ્રકે પાછળથી ટક્કર મારતા એકટિવા સવાર બે સગા ભાઈ ઓના દવાખાનામાં સારવાર દરમ્યાન મોત નિપજ્યા હતા.

પોલીસ સુત્રો માથી મળતી માહિતી સુરેશભાઈ મનોજભાઇ વસાવા ઉ.વ. 23 અને તેનો ભાઈ સતીષ મનોજભાઇ વસાવા ઉ વ. 21 નાઓના ગતરોજ બપોર ના ત્રણેક વાગ્યા ના સુમારે કાલબી ગામ ના મુખ્ય માર્ગ ઉપર થી પોતાની એકટિવા સ્કુટર નંબર GJ 22 K 2980 ઉપર સવાર થઇ ને દેડિયાપાડા તરફ થી પોતાનુ કામકાજ પતાવી ને પોતાના ધરે કેવડી કુકરદા પરત ફરી રહયા હતા ત્યારે કાલબી ગામ ના સ્મશાન પાસે એક પુરપાટ ઝડપે દોડતી ટ્રક નંબર GJ 04 AT 7866 ના ચાલકે પોતાની ટ્રક પુરપાટ ઝડપે ગફલત ભરી રીતે હંકારતા સ્કુટર સવાર બન્ને ભાઈ ઓને પાછળથી ટક્કર મારતા એકટિવા સાથે બન્ને રોડ ઉપર ફંગોળાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા .બન્ને ને માથાં શરીર ના ભાગે ગંભીર ઇજા પહોચતા સારવાર માટે દવાખાનામાં લઇ જવાયા હતા જયાં બન્ને ભાઈઓના સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતા.

અકસ્માત કરી ટ્રક ચાલક પોતાનુ વાહન થોડેક દૂર મુકી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here