નર્મદા જીલ્લાના ચૂલી ગામે બહુ ચરબી ચઢેલી છે મારની જરૂર છે કહી લાકડું માથામાં મારી ઇજા કરનાર ચાર સામે પોલીસ ફરિયાદ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ચુલી ગામમાં વાંસ બાબતે ઝગડો થતા ચાર સામે ગુનો દાખલ થયો છે

પ્રાપ્ત માહિતી અનુસાર યોગેશભાઈ સોનજીભાઈ જાતે વસાવા ઉ.વ.૩૦ ધંધો-મજુરી રહે.ચુલી નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેઓ પોતાના ઘરની પાછળ આવેલ વાડાના ભાગે વાંસ કાપીને સાફ સફાઇ કરતા હતા તે વખતે (૧) રૂપસિંગભાઇ ગીમજીભાઇ વસાવા (૨) અક્ષયભાઇ રૂપસિંગભાઇ વસાવા (૩) શીવનાથભાઇ રૂપસિંગભાઇ વસાવા (૪) ગુણીબેન રૂપસિંગભાઇ ગીમજીભાઇ વસાવા ચારેય રહે ચૂલી આંગણવાડી ફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા નાઓ ત્યાં આવેલા અને કહેતા હતા કે, આ વાંસ અમારા છે અને અમોએ રોપેલા છે અને આ વાંસ મારા દાદા- પરદાદાએ રોપેલા છે, તમો કોને પુછીને કાંપો છો તેમ કહેતા યોગેશભાઈ એ જણાવેલ કે, મારા પિતાજી ખેતરે ગયેલા છે અને મારા પિતાજી ખેતરેથી ઘરે આવશે ત્યારે તમે મારા પિતાજીને રૂબરૂમાં પુછી લેજો તેવી વાત કરેલી જેથી રૂપસિંગભાઇ એકદમ ઉશકેરાઈ જઈ ગમેતેમ મા-બેન સમાણી ગાળો બોલી ધમકીઓ આપતા હતા ત્યારે તેનું ઉપરાણું લઈ બાકીના પણ ત્યાં આવી યોગેશ આપણો ઘરનો છે પણ આપણુ માનતો કે રાખતો નથી એને બહુ ચરબી ચઢેલી છે એને મારની જરૂર છે તેમ કહેતા રૂપસિગભાઇ એ વાડ માંથી લાકડુ કાઢી માથામાં મારી દેતા માથામાં ચામડી ફૉટી જતા લોહી કાઢી આરોપીઓએ એકબીજાની મદદગારી કરતા ડેડીયાપાડા પોલીસે ચાર સામે ગુનો દાખલ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here