નર્મદા જીલ્લાના અલવા ગામે વર્ષોથી પાકો રસ્તો નહીં બનતા ગ્રામજનોમાં ભારે નારાજગી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રસ્તો બનાવવાની માંગ સાથે ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ

ચોમાસાની ઋતુ મા માર્ગ પર પાણી ભરાતા લોકો ને કાદવ કીચડ માથી પસાર થવાની મજબુરી

ધારાસભ્ય ને રજુઆત છતાં રસ્તો બન્યો નથી ની ગ્રામજનો ની હૈયા વરાળ

નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકા ના અલવા ગામ ખાતે અંદાજિત 1500 થી વધુ લોકોની વસ્તી વસવાટ કરી રહી છે, ત્યારે આ ગામને મુખ્ય રોડથી જોડતો રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી બનાવવામાં જ આવ્યો નહોય ગામ લોકોને ચોમાસા ની ઋતુ દરમિયાન ભારે મુશ્કેલી પડી રહી છે. ગામ લોકો શાળાના બાળકો આંગણવાડીના ભૂલકાઓ તથા ગામ લોકો આ રસ્તા ઉપરથી અવર-જવર કરતા હોય છે ત્યારે રસ્તા ઉપર મોટા મોટા ખાડા પડ્યા હોય ને પાણી ભરાતા હોય છે જેથી લોકો ને કાદવ કીચડ માથી પસાર થવાની ફરજ પડી રહી છે, રસ્તો ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવા છતાં તંત્ર તરફથી કોઈજ કામગિરી હાથ ધરવામાં ના આવતા લોકો માં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે.

હાલ ચોમાસા ની ઋતુ દરમિયાન વરસાદ પડતાં રસ્તા ઉપર મોટા મોટા ખાડા પડેલ હોય ને રસ્તા પર કાદવ કીચડ ને પાણી ભરાયા છે જેના કારણે લોકોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. રાહદારીઓ અને વાહન ચાલકોને અવર જવર માં ભારે મુશ્કેલ પડી રહી છે. જેથી આ રસ્તો બનાવવાની માંગ સાથે ગ્રામજનો એ વિરોધ નોંધાવી વહેલી તકે આ રસ્તો બનાવવા માટે માંગ કરવામાં આવી રહી છે. ને વધુ માં જણાવ્યું કે ધારાસભ્ય ઘણી વાર ગામ ની મુલાકાત કરી ગયા તમારો રસ્તો બની જશે ની હૈયા ધરપત આપી હતી પણ આજ દિન સુધી આ રસ્તો બન્યો નથી.

ગ્રામજનો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે અલવા ગામને જોડતો રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી બનાવવામાં આવ્યો નથી ઘણીવાર અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. અધિકારીઓ આવે છે અને આશ્વાસન આપીને જતા રહે છે આજ દિન સુધી આ રસ્તો બનાવવામાં આવ્યો નથી, તમારો રસ્તો મંજૂર થઈ ગયેલ છે એમ અધિકારીઓ જણાવે છે પણ આજ દિન સુધી આ રસ્તો બન્યો નથી, આવું કેમ???

ચોમાસા દરમિયાન 108 એમ્બ્યુલન્સ સેવા પણ આ રસ્તે થી ગામમાં આવી શકતી નથી જો કોઈ બીમાર પડે તો તેને ઉચકીને ૩ કિલોમીટર રોડ સુધી લઈ જવુ પડે છે અને હાલ ચોમાસા દરમિયાન રસ્તા પર પાણીના ખાબોચિયા ભરાયા છે ચાલીને જવું પણ ભારે મુશ્કેલ અને દુભર બની રહ્યું છે.
જેથી અલવા ના ગ્રામજનો ની સમસ્યા ને અધિકારીઓ સમજે અને વહેલી તકે આ રસ્તો બનાવી ગામ લોકોની તકલીફ દૂર કરવામાં આવે તેવી ગામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here