રાજપીપળાની જેલમાં બંદીવાન કાચા કામની કેદી મહિલાએ પુત્રને જન્મ આપ્યો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

બળાત્કાર ના કેસ માં મદદગારી ના મામલે બંદીવાન મહિલા ને પ્રસુતિ ની પીડા થતાં સિવીલ હોસ્પિટલ ખાતે લઈ જવાઈ જ્યાં પુત્રનો જન્મ

રાજપીપળા ખાતે ની નર્મદા જીલ્લા જેલ માં બંદીવાન મહિલા હાલ કાચા કામના કેદી તરીકે સજા ભોગવતી હોય આ મહિલા ને પ્રેગનાન્ટ હોય તેને જેલ ખાતેજ પ્રસુતિ ની પીડા થતાં જેલ સત્તાધિશો દ્વારા રાજપીપળા ના સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાઈ હતી જયાં આ મહીલા એ પુત્ર ને જન્મ આપ્યો હોવાનુ જાણવા મળ્યું છે.

બનાવ ની વાત કરીએ તો
રાજપીપળા ખાતે ની જીલ્લા જેલ ખાતે તિલકવાડા પોલીસ સ્ટેશન માં દાખલ થયેલા બળાત્કાર નાં ગુનાનાં કેસ માં મદદગાર બનેલી ભુરીબેન બાબુભાઇ નાયકા (સગર્ભા મહિલા).રહે-સજવા તા.જેતપુર પાવી જી.છોટા ઉદેપુરનાઓ સ્પેશયલ કોર્ટ, રાજપીપળાને જેલ માં ગત તારીખ તા.૧૦/૦૭/૨૦૨૩ ના રોજ કાચા આરોપણ તરીકે દાખલ થયેલ હતી.
ભુરીબેન નાયકાનાઓને ગતરોજ પ્રસૃતિનો દુ:ખાવો થતાં રાજપીપળા જીલ્લા જેલના સ્ટાફ કર્મચારીઓ દ્રારા ફરજના ભાગરૂપે મહિલા આરોપીને તાત્કાલીક સિવીલ હોસ્પિટલ રાજપીપળા ખાતે પ્રસૃતિ અર્થે લઇ જવામા આવી હતી, જ્યાં સિવીલ હોસ્પિટલરાજપીપળાના તજજ્ઞ તબીબી અધિકારીઓ દ્રારા આ આરોપણની નોરમલ ડીલીવરી કરી તા.૧૬/૦૭/૨૦૨૩ ના રોજ ૧૧:૪૫ કલાકે આ મહિલાએ બાળક (પુત્ર)નો જન્મ આપ્યો હતો.

જેલ માં કાચા કામના કેદી તરીકે આવેલ
ભુરીબેન નાયકનાઓને પુત્રનો જન્મ થતાં રાજપીપળા જીલ્લા જેલના તમામ અધિકારી/કર્મચારી, રાજપીપળા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર/સ્ટાફમાં ખુશીની લહેર છવાઈ હતી.

રાજપીપળા જીલ્લા જેલના ઇ.ચા.અધિક્ષક આર.બી .મકવાણાનાઓ દ્રારા પ્રસૃતિ મહિલાને સુઆનું પાણી, ઘી-ગોળમાંથી બનાવેલ શીરો,બેબી કીટ,ગરમ ધાબળો વગેરે જેવી તમામ વસ્તુઓ ઉપલબ્ધ કરાવી હતી. તેમજ જીલ્લા પંચાયત કચેરીના ICDS વિભાગને પણ પ્રસૃતિ મહિલા અને બાળકને મળવાપાત્ર કીટ અને સુવિધા આપવા આહવાન કરેલ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here