નર્મદા જિલ્લા ભાજપ દ્વારા નર્મદા કમલમ ખાતે ભાજપના હોદ્દેદારો ની મહત્વ ની બેઠક યોજાઇ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

લોકસભા ની ચુંટણી માં જનસંપર્ક માટે ઘરઘર સંપર્ક અભિયાન અંગે પરામર્શ કરાયું

નર્મદા જીલ્લા ભારતિય જનતા પાર્ટી દ્વારા નર્મદા કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ની બેઠક મળી હતી આ બેઠક મા આવનારી લોકસભા ચૂંટણી 2024 માં જાહેર સમર્થન મેળવવા માટે પાર્ટી દ્વારા આગામી સમય માં ઘર-ઘર સંપર્ક અભિયાન ની શરૂઆત કરવામાં આવશે હે અંગે પરામર્શ હાથ ધરવામાં આવ્યુ હતું.

ભારતિય જનતા પાર્ટી ના ઘર ઘર અભિયાન અંતર્ગત પાર્ટી ના કાર્યકર્તાઓ દ્વારા સમગ્ર જિલ્લામાં દરેક ઘરનો સંપર્ક અભિયાન ચલાવવા માં આવશે.આ અભિયાન બુથ સ્તર સુધી તે માટેના આગેવાનો ની નિમણૂક પણ કરી દેવામાં આવી છે.ભાજપ ની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે લાભો મળ્યા છે તે જ ભાજપ નો મતદાર બની ચુક્યો છે.ગુજરાત પ્રદેશ દ્વારા નર્મદા જિલ્લામાં ” મોદી પરિવાર ” સભાનું આયોજન પણ કરવામાં આવશે.આ અભિયાન માં પ્રદેશ કક્ષા એ થી પ્રવક્તા પણ આવશે અને આ સભા માં મોદીજી એ કરેલા કાર્યો વિશે માહિતગાર કરવામાં આવશે.આ બેઠક માં આગેવાનો ને ભરૂચ ના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી એ કહ્યું કે ભાજપ તરફી વધુ માં વધુ મતદાન કેવી રીતે થાય તેની પણ માહિતી આપવામાં આવ્યું.ભાજપ ની આ બેઠક માં નર્મદા જિલ્લા ભાજપ ના પ્રમુખ ઘનશ્યામ પટેલ, નાંદોદ ના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ,ભરૂચ ના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,નર્મદા જિલ્લા ઉપપ્રમુખ અનિરુદ્ધસિંહ ગોહિલ,નર્મદા જિલ્લા પંચાયત ના પ્રમુખ ભીમસિંગ તડવી અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here