નાંદોદ તાલુકા પંચાયતની મળેલ આખરી સામાન્ય સભા તોફાની બની

નાંદોદ,(નર્મદા)
આશિક પઠાણ

પાંચ લાખની મર્યાદા સુધીના પંચાયતોના વિકાસના કામો ટેન્ડરો બહાર પાડી કરવાનાં સત્તાધિશોના ઠરાવનો વિપક્ષ ભાજપાનો વિરોધ

પંચાયત ધારાની જોગવાઈઓ વિરુદ્ધ ઠરાવ થયો હોવાનો વિપક્ષ નેતા દિવ્યેશ વસાવાનો આરોપ

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓના ભણકારા વાગી રહયા છે, પંચાયતોની મુદ્દત આગામી નવેમ્બર માસમા પૂર્ણ થતી હોય ને રાજપીપળા ખાતે નાંદોદ તાલુકા પંચાયતની આખરી સામાન્ય સભા મળી હતી, જેમા અધયક્ષ સ્થાનેથી પીવાના પાણીના વિકાસના કામો ટેન્ડરો બહાર પાડી કરવાનો પ્રસ્તાવ આવતા વિપક્ષ નેતા દિવ્યેશ વસાવા સહિતના સદસયોએ આ ઠરા નો ઉગ્ર વિરોધ કર્યો હતો.

નાંદોદ તાલુકા પંચાયત કચેરી ખાતે નાંદોદ તાલુકા પંચાયતની મુદ્દત આગામી નવેમ્બર માસમાં મુદ્દત પૂર્ણ થતી હોય જેથી આખરી (છેલ્લી ) સામાન્ય સભા મળી જેમાં વિવિધ પ્રકારના વિષયો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી. ચર્ચા દરમિયાન પ્રમુખ સ્થાનેથી નાંદોદ તાલુકામાં વિવિધ યોજનામાંથી જેમ કે એ. ટી.વી.ટી, ગુજરાત પેટર્ન, આયોજન મંડળ, જેવા વિવિધ સદરમાં મંજૂર કરવામાં આવેલ પીવાના પાણીના સુવિધાના કામો ગ્રામ પંચાયતની જગ્યાએ તાલુકા પંચાયત દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી સીધી જ એજન્સી નક્કી કરવા માટે પ્રમુખ સ્થાનેથી મુસદ્દો રજૂ કરવામાં આવ્યો જેનો વિપક્ષના નેતા દિવ્યેશ વસાવા સહિત ભાજપાના સાથી સદસ્યો સાથે સામાન્ય સભામાં ભારે વિરોધ કર્યો હતો .

નાંદોદ તાલુકાની પંચાયતો સક્ષમ હોય ને  પીવાના પાણીની સુવિધાના વિકાસ ના કામો ગ્રામ પંચાયતને જ ફાળવવા જોઈએ તેવી રજુઆત વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી. તેમજ પાંચ લાખ રૂપિયા સુધીના વિકાસના કામો વિના ટેન્ડરે સબંધીત ગ્રામ પંચાયત દ્વારા કરાવવા જોગવાઈ થયેલ છે તેમ જણાવેલ તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રામ પંચાયતોને જ વર્ક ઓર્ડર આપવા તેવી રજૂઆત વિપક્ષ નેતાએ  તા - ૦૧/૦૯/૨૦૨૦ ના રોજ લેખીત રજુઆત તાલુકા વિકાસ અધિકારીને રૂબરુ મોકલી આપેલ છે છતાં તાલુકા પંચાયતના સત્તાધીશો દ્વારા તેઓ ઉપર રાજકીય દબાણ  ટેન્ડર કરવા માટે કરવામાં આવતા હોવાનું ગંભીર આરોપ પણ  વિપક્ષ દ્વારા કરવામાં  આવેલ છે.
ગ્રામ પંચાયતો દ્વારા પણ  કામ  કરવા માટે ગ્રામ પંચાયત સક્ષમ અને સંમત હોવાના પ્રમાણપત્રો પણ ગ્રામ પંચાયતો દ્વારા રજૂ કરવામાં આવેલા છે. જે તે પંચાયત વિસ્તારમાં મંજુર થયેલ પીવાના પાણીની સુવિધાના કામો ગ્રામ પંચાયતને ન ફાળવતા ટેન્ડરથી સીધી એજન્સી નક્કી કરવા માટે પોતાના મળતિયાઓને સીધો લાભ કરાવવાને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે તાલુકા પંચાયતના સત્તાધીશો દ્વારા પોતાની મનમાની ચલાવી જે ઠરાવ  સામાન્ય સભામાં કોંગ્રેસના ચૂંટાયેલા સતાધીશો દ્વારા જે મુદ્દો પ્રમુખ સ્થાને થી લઈ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યો જેનો વિપક્ષે  વિરોધ નોધાવેલ છે અને આ બાબત ને સખત શબ્દો માં વખોડી કાઢેલ છે. છતાં તાલુકા પંચાયત ના સત્તાધીશો દ્વારા પોતાની મનમાની ચલાવી વિપક્ષના વિરોધ છતાં તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ કરાવેલ છે. 
જે ગ્રામ પંચાયતોને પંચાયત ધારા મુજબ મળેલ અધિકારો ઉપર તરાપ સમાન છે, જે અતિ ગંભીર બાબત છે, તાલુકા પંચાયતના સત્તાધીશો દ્વારા પંચાયત ધારા દ્વારા મળેલા અધિકારો અને લોકશાહીનું ગળુ દબાવવાનો હીન પ્રયાસ થયો છે તેને ખૂબજ નિંદનીય ગણાવ્યું હતું.

વિકાસ કમિશ્નરને જાણ કરાસે-જરુર પડે તો અદાલતી કાર્યવાહી-વિપક્ષ નેતા દિવ્યેશ વસાવા નાંદોદ તાલુકા પંચાયતની મળેલ છેલ્લી સામાન્ય સભામા વિકાસના કામો બાબતે સત્તાધારી કોગ્રેસ અને વિરોધ પક્ષ ભાજપાના સદસયો વચ્ચે પંચાયતોના રુપિયા પાંચ લાખ સુધીના કામો પંચાયતોને બદલે ટેન્ડર બહાર પાડી હાથ ધરવાનો ઠરાવ કરવામા આવતા ચકમક ઝરી હતી.
   આ મામલે વિપક્ષના નેતા દિવ્યેશ વસાવાએ પંચાયત ધારાની જોગવાઈઓનો ઠરાવ કરી ઉલંઘન કર્યો હોય વિકાસ કમિશ્નરને જાણ કરાસે. આગામી દિવસોમાં ગ્રામ પંચાયતોના અમારા અધિકારો સરપંચશ્રીઓના હિતોના રક્ષણ માટે અને પંચાયતી રાજની ગરિમાને તેમજ લોકશાહીને જીવંત રાખવા કાયદાકીય રીતે નિયમ મુજબ અમને મળેલ પંચાયત ધારાના અધિકારો માટે આગળની કાર્યવાહીહાથ ધરીશુનુ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here