નર્મદા જિલ્લામાં ડેડીયાપાડાના રીગાપાદર ગામે ખેડૂતોને રોપાઓનું વિતરણ કરાયુ…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

ફળાઉ રોપાના ઉછેર થકી પર્યાવરણની જાળવણી સાથે આવકનો માધ્યમ પણ બની રહે તેની આદિવાસીઓને સમજ અપાઈ

નમૅદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ચોપડી રીગાપાદર ગામે સામાજિક વનીકરણ વિભાગ નમૅદાના સહકારથી વન રક્ષક રજનીશ પરમાર દ્વારા વરસાદી સીઝનની શરૂઆત સાથે ખેડુતોને અલગ અલગ જાતના દાડમ, કેરી, જામફળ સહિતના રોપ ઉછેર કરવા માટે રોપાઓનુ વિતરણ કરવામાં આવ્યુ હતું.

ખેડૂતો વધુમા વધુ વૃક્ષો પોતાના ખેતરના સેડે તેમજ તેઓનાં વાડામાં રોપી તેનો ઉછેર કરે અને વૃક્ષો વધુમા વધુ વાવી વૃક્ષો થકી જંગલોનો વિનાશ થતો અટકાવી જંગલોનુ નિકંદન થતુ અટકાવી અને જંગલોનુ જંતન થાય તેવા પ્રયાસો હાથ ધરે એ બાબતે લોક જાગૃતી કેળવવા માટે સામાજિક વનીકરણ વિભાગ નમૅદા દ્વારા લોક જાગૃતિના ભાગરૂપે વન વિભાગ અથાગ પ્રયાસો કરી રહ્યુ છે.

વનવિભાગ સામાજિક વનીકરણ દ્વારા લોકોમાં વૃક્ષો અંગે લોક જાગૃતિ આવે વૃક્ષો થકી પર્યાવરણની જાળવણી સાથે આવકનો માધ્યમ પણ બની રહે તે માટેની સમજ પણ રીગાપાદર ગામમા ફળાઉ રોપાઓનુ વિતરણ કરવામાં આવ્યું ત્યારે અલગ આપવામાં આવી હતી. રોપાનો વધુમા વધુ પ્રમાણમાં ઉછેર કરી વધુ વૃક્ષો વાવવા માટે ખેડૂતોને સામાજિક વનીકરણ વિભાગ નમૅદા દ્વારા આહવાન કરી અપીલ કરવામા આવી હતી.

ડેડીયાપાડાના ચોપડી રીગાપાદર ગામે ખેડૂતો વધુ પ્રમાણમા વૃક્ષો વાવી વૃક્ષોનુ જંતન કરે અને વૃક્ષો અંગે લોક જાગૃતિ લોકોમાં આવે તે માટે સામાજિક વનીકરણ વિભાગ નમૅદાના સંયોગ માધ્યમ થકી ચોપડી રીગાપાદર ગામમાં વૃક્ષોના જંતન બાબતે એક સારૂ વાતાવરણ ઉભું થાય અને વૃક્ષો અંગે લોક સમજુતી કેળવાય તેવા પ્રયાસોથી ગામના યુવા જાગૃત આગેવાન જયસીગ વસાવા અને વિરસીગ વસાવા આગળ આવીને સામાજિક વનીકરણ વિભાગ નમૅદાના વન રક્ષક રજનીશ પરમારના સંયોગ અને તેઓના વૃક્ષો અંગે લોક જાગૃતિ બાબતે કરી રહેલા અથાગ પ્રયત્નોને આગળ ધપાવવા માટે ગામના યુવા આગેવાનોએ સહિયારો સયોગ આપી ગામમાં લોકો વધુ પ્રમાણમાં વૃક્ષો વાવીને ઉગાડે અને વૃક્ષો બાબતે લોકોમાં લોક જાગૃતિ કેળવાય સાથે સાથે ખેડૂતો પોતાના ખેતરના સેડે તેમજ પોતાના વાડામાં જામફળ,દાડમ, સરેગવો,લીમડો,લીલગીરી,આસોપાલજેવા અલગ અલગ જાતના વૃક્ષોના રોપાઓ ખેડૂતો પોતાના ખેતરમાં રોપે અને તેનો સારી રીતે ઉછેર માવજત કરી વધુમા વધુ વૃક્ષોઓ વાવે તેવા માધ્યમથી સામાજિક વનીકરણ વિભાગ નમૅદા દ્વારા અલગ અલગ જાતના રોપા ખેડૂતો ઉછેર કરે તે માટે રોપા ખેડૂતોને આપવામાં આવતા ખેડૂત આલમમાં ભારે આણંદની ખુશની લાગણી છવાઈ જવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here