નર્મદા જિલ્લાનો હવે ઓરેન્જમાંથી ગ્રીન ઝોનમાં ક્યારે સમાવેશ થશે..???

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

રાજપીપળાની કોવિડ હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ છેલ્લા દર્દીને રજા અપાઈ

નર્મદા જિલ્લાની કોવિડ હોસ્પિટલમાંથી મહિલા દર્દી સાજા થતા હરખભેર પોતાના ધરે રવાના થયા

આગામી ૧૪ મી મે સુધી જો નર્મદા જિલ્લામાં નવો કોરોના કેસ નહીં આવે તો ઓરેન્જમાંથી ગ્રીન ઝોન સમાવેશ થશે

નર્મદા જિલ્લામાં લોકડાઉન ના બીજા તબક્કામાં કોરોના એ દસ્તક દીધી હતી ત્યારબાદ ક્રમશઃ ૧૨ કોરોના દર્દીઓ નોંધાયા હતા ગત ૨૯ મી એપ્રિલના રોજ રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતેથી કોરોના સામે જંગ જીતી સાજા થયેલા ૯ દર્દીઓને સન્માન સાથે રજા આપ્યા બાદ કોઈ પણ નવો પોઝિટિવ કેસ નર્મદા જિલ્લામાં નોંધાયો નથી.

નર્મદા જિલ્લામાં બાકી રહેલા બે દર્દીઓ પૈકી એક ડુમખલ ગામની મહિલા દર્દીને શ્વાસ લેવામાં તકલીફ જણાતા ગત ૨૨મી એપ્રિલના રોજ વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે તેમને રીફર કરાયા હતા ત્યારબાદ ગતરોજ ૧૨ દિવસ બાદ ડુમખલના મહિલા સવિતાબેન નટવરભાઈ સાજા થતા ગોત્રી ખાતેથી તેમને રજા આપવામાં આવતા તેઓ પોતાના ઘરે પોહચ્યા છે હવે આજે નર્મદા જિલલ્લામાં રાજપીપલા ખાતે કોવિડ હોસ્પિટલમાં દાખલ ભદામ ગામના મહિલા દર્દી જે સાજા થતા તેમને પણ આજે રજા આપવામાં આવી છે હાલ નર્મદા જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નથી જેથી કહી શકાય કે હાલ છેલ્લા દર્દીને રજા આપ્યા બાદ નર્મદા જિલ્લામાં એકપણ કોરોના પોઝિટિવ દર્દી નથી જેથી લોકડાઉનના ત્રીજા ચરણમાં ઓરેન્જ ઝોનમાં રહેલ નર્મદા જિલ્લામાં જો આગામી ૧૪ મી મેં સુધી કોઈ પણ કોરોના પોઝિટિવ કેસ ન આવે તો આગામી સમયમાં ગ્રીન ઝોનમાં સમાવિષ્ટ થશે તેવી આશા સેવાઇ રહી છે.

◆ ઓરેન્જ માંથી ગ્રીન ઝોન માં સમાવવા શરત શુ છે…??!!

નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ કશ્યપના જણાવ્યા મુજબ છેલ્લો પોઝિટિવ કેસ નોંધાયા બાદ જો ૨૧ દિવસ સુધી જો કોઈ પોઝિટિવ કેસ નોંધાય નહીં તો તે જિલ્લો ગ્રીન ઝોનમાં સમાવીષ્ટ થઈ શકે.

તો નર્મદા જિલ્લાની વાત કરીએ તો છેલ્લો પોઝિટિવ કેસ ગત ૨૩ મી એપ્રિલના રોજ નોંધાયો હતો ત્યારબાદ જો ૧૪ મી મેં સુધી કોઈ નવો કોરોના પોઝિટિવ કેસ નોંહાય નહીં તો નર્મદા જિલ્લો ઓરેન્જમાંથી ગ્રીન ઝોનમાં સમાવેશ થશે.અને ગ્રીન ઝોનમા સમાવેશ થકી અનેક છુટછાટ મળી શકે છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here