નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના રીગાપાદર ગામમાં નરેગાના કામો શરૂ કરાતા ગામ લોકોમાં ખુશીની લહેર…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

લોકડાઉન લાગુ થયા બાદ ધંધા રોજગાર ઠપ્પ થતાં રોજ મજુરીકામ કરનારાની હાલત કફોડી બની હતી

રોજગારીના અવસર ઉભાં થતાં મજુર વર્ગમા ખુશીનો માહોલ જોવા મળ્યો

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના રીગાપાદર ગામે રોજગાર ગેરંટી યોજના અંતર્ગત લોકોને રોજગારી પુરી પાડવા ખેત લેવલીંગના કામો તંત્ર દ્વારા શરૂ કરાવવામા આવતા ગામ લોકોમા ભારે ખુશી છવાઈ જવા પામી છે

સમગ્ર વિશ્વમાં કોરોના સંકરામણને અટકાવવાના પગલે સરકાર દ્વારા દેશમાં લોકડાઉન લાગુ પાડવામા આવ્યું હતું જેને પગલે નાના મોટા ધંધા રોજગાર ઠપ્પ થઈ પડયા હતા જેના કારણે મજુર વર્ગ અટવાઈ પડતા મજુર વર્ગના લોકો પર ભારે માઠી અસર વતૉતી જોવા મળી હતી જેને પગલે ડેડીયાપાડા તાલુકાના ગ્રામીણ વિસ્તારોના લોકોને લોકડાઉન વચ્ચે કપડી પરિસ્થિતિમાં ઉગારવા નરેગા યોજના હેઠળ રોજગાર પુરી પાડવા માટે તાલુકાની નરેગા કચેરી દ્વારા યુદ્ધના ધોરણે રોજગાર ગેરંટી યોજના અંતર્ગત રીગાપાદર ગામે ખેત લેવલિંગના કામો ફાળવણી કરી ખેત લેવલીંગના કામો શરૂ કરતા લોકોને ઘર આગણે રોજગારની તક તંત્ર દ્વારા ઉભી કરી રોજગારી પુરી પાડવામાં આવતા લોકડાઉનના કપરા સમયે ઘર આગણે રોજગાર મળતા લોકોમાં ભારે ખુશી છવાઈ જવા પામી છે.

નરેગા યોજના હેઠળ રોજગારીના કામો શરૂ કરાતા ખેડૂતોને મોટી રાહત મળી આ અંગે ગામના આગેવાન જયસીગભાઈ વસાવા અને વિરસીગ વસાવાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં સરકાર દ્વારા લોકડાઉન લાગુ કરાયું ત્યારથી નાનાં મોટાં ધંધા રોજગાર બંધ થઈ જતાં મજુરી કામકાજ કરી જીવતા વર્ગના મજુર લોકોને લોકડાઉનના કપરા સમયે એક ટંક કાઢવો પણ ભારે મુશ્કેલ બન્યું હતું પરંતુ ગ્રામીણ ક્ષેત્રમાં નરેગા યોજના હેઠળ રોજગારીના કામો શરૂ કરવામાં આવતા લોકોને મોટી રાહત મળી છે કારણ કે વરસાદનો સમય પણ ટૂંકો રહ્યો છે ત્યારે આવા સમયે ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવણી કરવા માટે બિયારણ ખાતર લાવવુ પણ મુશ્કેલ થઈ પડયુ હતું પરંતુ નરેગાના કામો શરૂ થતાં ગ્રામીણ વિસ્તારોના લોકોને ફાયદા સાથે મોટી રાહત મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here