નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે બેન્ક ઓફ બરોડા બહાર ગ્રાહકો માટે બાંધેલો મંડપ કાઢી નંખાતા ગરમીમાં ગ્રાહકોની દયનીય હાલત…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

બેન્ક કર્મીઓ એ.સી માં બેસીને કામગીરી કરે છે જ્યારે બેન્કમાં મુકેલી થાપણના માલિક બેન્કની બહાર તડકામાં ઉભા રહી તપસ્યા કરે છે

ગરમી સહન ન થતા જગ્યા પર જ જમીન પર બેસતા તેમજ લાઇનમાં ઉભા રહેલા ગ્રાહકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

અન્ય ઘણી બેન્કોમાં પણ મંડપની સુવિધા ન હોવાથી ગરમીમાં ગ્રાહકો પરેશાન

નર્મદા જિલ્લાના દેડીયાપડા ખાતે લીમડા ચોક પાસે આવેલી બેંક ઓફ બરોડા દ્વારા ગ્રાહકો માટે છેલ્લા ઘણા વખતથી મંડપ ઉભો કરવામાં આવ્યો હતો તેથી લાઈનમાં ઊભા રહેતા ગ્રાહકોને મોટી રાહત હતી પણ હાલમાં બેન્ક સત્તાધીશોએ મંડપ કાઢી નાંખતા ગરમીમાં કલાકો સુધી લાઈનમાં ઊભા રહેતા ગ્રાહકોની દયનીય હાલત જોવા મળી રહી છે. સવારથી લાઈનમાં ઊભા રહેતા આદિવાસી વિસ્તારના ગ્રાહકો ગરમીમાં બેસવા સર્કલમાં પોતે ઊભા રહેવાને બદલે જમીન ઉપર બેસવા મજબુર બન્યા છે જ્યારે કેટલાક લાઈનમાં ઉભા હોય પરંતુ સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાનું જોવા મળ્યું હતું. આમ આ બેંકમાં સોશિયલ ડિસ્ટન્સના રીતસરના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. ટોળે વળતા ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા ન હોય કોરોના સંક્રમણ વધવાની શક્યતાઓ જણાઈ રહી છે. ઉપરાંત દેડિયાપાડાની અન્ય બેન્કમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાનું વારંવાર જોવા મળવા છતાં બેરોકટોક નિયમોનું ઉલ્લંઘન બાદ પણ તંત્ર જાણે આંખે પાટા બાંધી કોરોના સંક્રમણ વધવાની રાહ જોતું લાગે છે. ત્યારે શું આ લોકોને ભગવાન ભરોસે છોડી મુક્યા હોય એમ સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here