ધોરાજી નગરપાલિકા કચેરીમાં આવાસ યોજના ઉપર લગામ ક્યારે લાગશે ??

ધોરાજી,(રાજકોટ) રાજુભાઈ બગડા :-

રાજ્ય સરકાર દ્વારા કરોડોની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા પહેલા લાભાર્થીઓની ચકાસણી થાય એ જરૂરી છે….

આવાસ યોજનામાં જેજે લાભાર્થીના મંજૂર થાય તેની તપાસ સરકારી મોટા અધિકારી દ્વારા જો કરવામાં આવે તો ભ્રષ્ટાચાર ઉપર અંકુશ આવશે

રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકાર વિકાસમાં સહભાગી બનવા માટે કરોડો રૂપિયાની રકમ જનતાના આવાસો બનાવવા માટે પોતાની ઈમાનદારી અને કર્તવ્યથી કામગીરી કરે છે તે ગાંધીજીના ત્રણ વાંદરા મુજબ બની ગયા છે હાલ રાજ્ય સરકારની સ્લમ વિસ્તાર અને ગરીબોની અનેક યોજના ઓના કરોડો રૂપિયાની રકમ ના કામો ને કામગીરી સોંપવામાં આવે છે ત્યારે સરકારી નાણા કે જે દેશવાસીઓના દેશના નાણાં છે તેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારની વાતો લોકોમાં લોકમુખે ચર્ચાઇ રહી છે.

ગુજરાત રાજ્યના સ્લમ વિસ્તાર અને ગરીબોને આર્થિક રીતે પગભર કરવા માટે તેમના માટે અનેક યોજના ઓ સહીત આવાસ યોજના મારફતે ગરીબોને નળીયા વાળા મકાન હોય ત્યાં પાકા મકાન ખુલ્લા પ્લોટમાં આવાસો બનાવી આપવાની યોજનાઓની દરેક નગરપાલિકાઓની ફાળવણી કરવામાં આવે છે સ્લમ વિસ્તાર અને ગરીબોના નામે લાખો કરોડો રૂપિયાની રકમ નો ભ્રષ્ટાચાર થતો હોવાની લોકમુખે ચર્ચા બનેલ છે ત્યારે તેને રોકવા માટે જેતે લાગતા વળગતા અધિકારી દ્વારા કે રાજકીય નેતા દ્વારા ભલામણ કરવામાં આવે છે તે પહેલા ગરીબોને આવાસ યોજના ના નીતિ નિયમો દરેક લાભાર્થીઓને આપવામાં આવે તો ભ્રષ્ટાચાર કાબુમાં આવે તેમ છે ત્યારે એનજીઓને કામગીરી સોંપવામાં આવતા પહેલા તેના વહીવટ કરતા કેટલી એનજીઓના નેજા હેઠળ કામગીરી મેળવી ભ્રષ્ટાચાર આચરતા પહેલા તેના વહીવટ કરતા કેટલી એનજીઓના નેજા હેઠળ કામગીરી મેળવી ભ્રષ્ટાચાર આચરી રહ્યાં છે તે તમામ હકીકતો જો દરખાસ્ત કરનાર કોણ છે તેના સભ્યો કોણ છે સંસ્થા પોતે કામગીરી કરશે કે બીજાના નામે કામગીરી લીધી છે એ તમામ હકીકતો બહાર આવી શકે તેમ છે ત્યારે સ્લમ વીસતાર અને ગરીબો ના કલ્યાણ અર્થે ફાળવવામાં આવતી યોજના ઓ તેમના સુધી પહોંચસે કે કેમ સુ આ સરકાર દ્વારા પગલાં ભરાશે તે જોવાનું રહ્ય કે પછી ભગવાન કે ધર પે જુઠ ચલે પુજા કે લીયે કે પછી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here