ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વણ શોધાયેલ ફેટલ અકસ્માતના ગુન્હાના આરોપી તથા વાહન શોધી કાઢતી ધનસુરા પોલીસ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

પોલીસ મહાનરીક્ષક સા.શ્રી ગાંધીનગર રેન્જ ગાંધીનગર તથા શ્રી.શૈફાલી બારવાલ સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી અરવલ્લી-મોડાસા નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ વણ શોધાયેલ ફેટલ અકસ્માતના ગુન્હાઓ શોધી કાઢવા સારૂ સુચના આપેલ હોય જે અન્વયે શ્રી.કે.જે.ચૌધરી નાયબ પોલીસ અધીક્ષકશ્રી મોડાસા વિભાગ,મોડાસા નાઓના માર્ગદર્શન અનુસાર
ગઈ તા.૨૪/૦૯/૨૦૨૩ ના કલાક.૨૨/૦૦ વાગ્યાના સુમારે મોજે બાયડ-ધનસુરા રોડ હિરાપુર ચિલ્લા ગામની સિમમાં રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે અંબાજી દર્શનાર્થે ચાલતા જતા પદયાત્રીને પાછળથી ટક્કર મારી માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી સારવાર મોત
નીપજાવી પોતાના કબ્જાનુ વાહન લઇ નાસી ગયેલ હોવા બાબતની એફ.આઈ.આર. દાખલ થતાં સદર ગુન્હાના કામે શ્રી.એસ.જે.દેસાઇ પોલીસ સબ ઈન્સ્પેકટર ધનસુરા પોલીસ સ્ટેશન નાઓએ તાબાના કર્મચારીઓની ટીમ બનાવી ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસ તથા સી.સી.ટી.વી આધારે તપાસ કરતા સદર અકસ્માત કરનાર વાહન બાબતે સી.સી.ટી.વી ફુટેજ આધારે અકસ્માતના સમય દરમ્યાનના શંકાસ્પદ વાહનોના નંબર મેળવી તપાસ કરતા એક ટાટા કંપનીનો 407 ટેમ્પો નંબર: GJ09 Y 9383 ના ચાલકની
અકસ્માત સબંધે પુછપરછ કરતા સદર અકસ્માત પોતાના ટેમ્પો(ટ્રક) ગાડીથી કરેલ હોવાની કબુલાત કરેલ
જે આધારે ટાટા કંપનીનો 407 ટેમ્પો નંબર: GJ09 Y 9383 ની તથા ચાલક દિનેશભાઇ કાળાભાઇ ડાભી
રહે.બુટાલ તા.ધનસુરા, જી.અરવલ્લી વાળાને સદર ગુન્હાના કામે પકડી અટક કરેલ છે.આમ ગણતરીના
દિવસોમાં ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ફેટલ અકસ્માતના ગુન્હાના આરોપી તથા વાહનને શોધી કાઢી ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપી તથા વાહન આરોપી:- દિનેશભાઇ કાળાભાઇ ડાભી રહે.બુટાલ તા.ધનસુરા, જી.અરવલ્લી
વાહન:- ટાટા કંપનીનો 407 ટેમ્પો નંબર: GJ09 Y9383
કામગીરી કરનાર એસ.જે.દેસાઇ પો.સબ.ઇન્સ ધનસુરા પોલીસ સ્ટેશન
અ.હે.કો ધવલકુમાર બહેચરભાઇ
અ.પો.કો મહેન્દ્રસિંહ જાલમસિંહ
અ.પો.કો જીગ્નેશકુમાર લાલજીભાઇ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here