દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી મયુર પારેખ રૂા. ૧ લાખની લાંચના છટકામાં એસીબીના હાથે ઝડપાયા…

દાહોદ, સકીલ બલોચ (છોટાઉદેપુર) :-

દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી મયુર પારેખ રૂા. ૧ લાખની લાંચના છટકામાં ઝડપાઈ જતાં આ સમગ્ર દાહોદ જિલ્લા શિક્ષણ આલમ સહિત જિલ્લામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે. અગાઉ બોર્ડની પરીક્ષાના સમયે પુર્વ જિલ્લા શિક્ષણાધિકારી કાજલ દવે માત્ર રૂા. ૧૦ હજારની લાંચમાં સપડાઈ જવાની ઘટના બની હતી ત્યારે આ બાદ તેઓનો આ ચાર્જ પ્રાથમીક શિક્ષણાધિકારી મયુર પારેખને સોંપવામાં આવ્યો હતો ત્યારથી મયુર પારેખ દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીનો ચાર્જ સંભાળતાં હતાં ત્યારે આજરોજ તેઓ પણ રૂા. ૧ લાખની લાંચ લેતાં એ.સી.બી. પોલીસના હાથ ઝડપાઈ જતાં સમગ્ર દાહોદ જિલ્લા શિક્ષણ આલમમાં સ્તબ્ધતા સાથે ચકચાર મચી જવા પામી છે. અગાઉ કાજલબેન દવે બોર્ડની પરીક્ષા દરમ્યાન અને હાલ તલાટીની પરીક્ષા દરમ્યાન મયુર પારેખ લાંચ લેતાં ઝડપાઈ જતાં તરેહ તરેહની ચર્ચાઓએ ભારે જાેર પકડ્યું છે. દાહોદ જિલ્લાનું શિક્ષણ આમેય કથળી રહ્યું છે તેની જવાબદારી કોની ? વિદ્યાર્થીઓ, બાળકોનું ભવિષ્ય કોના હાથમાં ? દાહોદ જિલ્લામાં કથળતા જતાં શિક્ષણ માટે જવાબદાર કોણ ? જાે શિક્ષણાધિકારીઓજ લાંચ લેતાં ઝડપાય છે તો દાહોદ જિલ્લામાં શિક્ષણની શુ પરિસ્થિતિ હશે ? તે એક ચિંતાનો વિષય બની ગયો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here