દાહોદના પીપલેટ ગામે જમાઈએ સાસુની હત્યા કરી અને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લેતા સસરાની હત્યાનો પ્રયાસ કરવા જતા આરોપીને પોલીસે ઝડપી લીધો

દાહોદ, સાગર કડકિયા :-

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પીપલેટ ગામે પોતાની પત્નીને તેડવા ગયેલા પતી અને સાસરિયાઓ વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી જે બાદ ઉસકેરાયેલા જમાઈએ ચપ્પુ વડે સાસુની હત્યા કરી નાખી હતી અને વચ્ચે છોડાવા પડેલા સસરાને પણ શરીર ના ભાગે ઈજાઓ પહોંચી હતી ત્યારે આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા લોકોએ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ મોકલી હતી અને ત્યારબાદ ઈજાગ્રસ્ત સસરાને પણ સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ લવાયો હતો જ્યાં પણ આરોપી જીવતા બચેલા સસરાને મારવા માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે ઘસી આવ્યો હતો જ્યાં હાજર પોલીસે હત્યારા જમાઈની અટકાયત કરી જયારે આ ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા બલરામ મીણા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટના અંગેની જાણકારી મેળવી હતી ત્યારે જિલ્લામાં 3 દિવસમાં 4 લોકોની હત્યાની ઘટનાથી જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here