ટંકારામાં ગરીબ બાળકો માટે ઉનાળાની કાળજાળ ગરમીમાં અડધા ફુટનો ખાડો બન્યો સ્વિમિંગ પુલ

મોરબી, આરીફ દીવાન :-

“દિયો ધુબાકા… ત્રણ વર્ષથી લઈ 10 વર્ષ લગીના બાળકો ખરા બપોરે પોતાના સ્વિમિંગ પુલમાં આનંદની પળો મારતા જોવા મળે છે”

હા હાલ ઉનાળાની ગરમી નો પારો તેજ રફતાર ઉનાળાની મોસમનો મિજાજ પ્રગટ કરી માનવના ચામડા તમ તમારી દે તેવા તાપમાન માં આશરે 40 થી 42 ડિગ્રીનું તાપમાન રહ્યું હોય તેવા સમયે તારીખ 5 6 2023 ના રોજ સોમવારે આશરે બપોરના ત્રણ વાગ્યાના સુમારે નાના નાના બાળકો છાપરી નજીક આવેલા સિવિલ હોસ્પિટલ રોડ પાસે ના એક આશરે અડધાથી એક ફૂટ ખાડામાં પાણીના સંપનું પંપ પાસે આશરે અડધાથી એક ફૂટ ઊંડા અને ત્રણથી ચાર ઈંચ લંબાઈ ધરાવતો ખાડામાં નાના ગરીબ મધ્યમ વર્ગના બાળકો પોતાના સ્વીમીંગ પુલમાં દે ધુબાકા સાથે છબછબિયા કરી ઠંડા પાણીની લહેર સાથે ગરમીથી બચવા માના પ્રયાસો સાથે બાળપણ રમતમાં આશરે ત્રણ વર્ષથી દસ વર્ષ સુધીના નાના નાના બાળકો આનંદ માણતા હોય તેમ તસવીરમાં દ્રશ્યમાન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here