ઝોઝ પોલીસે કેવડી ચેક પો.સ્ટ પરથી XUV કારની શીટ નીચે અલગથી ચોર ખાનુ બનાવેલ ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ઝડપી પાડ્યો…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

ભારતીય બનાવટના વિદેશી દારૂની કિં.રૂ.૩૩,૯૦૦/- તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ XUV 500 ગાડીની કિં.રૂ.૬,૦૦,૦૦૦/- તથા વીવો કંપનીનો ટચ સ્ક્રીન મોબાઇલ ફોનની કિં.રૂ.૫,૦૦૦/- મળી કુલ કીંમત રૂપિયા ૬,૩૮,૯૦૦/- નો ગે.કા. મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો

સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ,વડોદરા નાઓ તથા આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવુતી નેસ્ત નાબૂદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જિલ્લાના તમામ થાણા અમલદારઓને પ્રોહીની પ્રવૃતિ/હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્ત નાબૂદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.

જે આધારે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝન છોટાઉદેપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ પી.એચ.વસાવા પોલીસ ઈન્સ્પકેટર ઝોઝ પોલીસ સ્ટેશન તથા સ્ટાફના પોલીસ માણસો સાથે પ્રોહીબીશનની કામગીરી અનુસંધાને ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મેળવી બાતમી હકીકતના આધારે મોજે કેવડી ગામે ચેક પો.સ્ટ પર રોડ ઉપર એક XUV 500 ગાડીની પાછળની શીટની નીચે અલગથી ચોર ખાનુ બનાવી તેની અંદર ભારતીય બનાવટના વિદેશી દારૂ(પ્લાસ્ટીકના હોલ-બીયર-કાચની બોટલો) ની કુલ બોટલો નંગ- ૧૮૪ ની કિંમત રૂપીયા- ૩૩,૯૦૦ /- નો પ્રોહી મુદ્દામાલ તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ XUV 500 ગાડી ની કિ.રૂ. ૬,૦૦,૦૦૦ /- તથા વીવો કંપનીનો ટચ સ્ક્રીન મોબાઈલ ફોનની કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ કીંમત રૂપિયા ૬,૩૮,૯૦૦/- ના ગેર કાયદેશરના પ્રોહી મુદ્દામાલ પકડી પાડી કાયદેશરની કાર્યવાહી કરવામા આવેલ છે.
કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ:-
(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂ(પ્લાસ્ટીકના હોલ-બીયર-કાચની બોટલો) ની કુલ બોટલો નંગ- ૧૮૪ ની કિંમત.રૂ. ૩૩.૯૦૦
(૨) સફેદ કલરની મહીંદ્રા કંપનીની XUV 500 ગાડી જેનો આગળ-પાછળનો રજી નં.જોતા GJ-02-BD-8569 નો છે તે ગાડીની કિમંત રૂપીયા-૬,૦૦,૦૦૦/-
સારી કામગીરી કરનાર અધિકારી / કર્મચારી:-
(૧) પી.એચ.વસાવા પોલીસ ઈન્સપેક્ટર ઝોઝ પોલીસ સ્ટેશન
(૨) એન.એમ.વાઘેલા પોલીસ સબ ઇન્સપેક્ટર ઝોઝ પોલીસ સ્ટેશન
(૩) આ.પો.કો સાગરભાઈ મનુભાઈ બ.નં.૦૨૯૯
(૪) આ.પો.કો જયવંતસિંહ દાદુભા બ.નં.૯૬૫
(૫) અ.પો.કો કલ્પેશભાઇ વિનુભાઇ બ.નં.૦૨૦૮
(૬) આઉટ સોર્સ ડ્રાઇવર ઉમેશભાઇ ગોવિંદભાઇ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here