જી.એસ.આર.ટી.સી ગોધરા નિગમ દ્વારા દિવાળીને ધ્યાને લઈ એક્સ્ટ્રા બસનું સંચાલન કરાયું

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

વિભાગીય નિયામકશ્રી એસ.ટી.,ગોધરા દ્વારા જાહેર જનતાને બસનો લાભ લેવા કરાયો અનુરોધ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ,ગોધરા વિભાગ દ્વારા માન.ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલકશ્રીની સુચના અન્વયે તા-૨૧/૧૦/૨૦૨૨ થી તા-૨૫/૧૦/૨૦૨૨ દરમ્યાન દિવાળીના તહેવાર નિમિત્તે પોતાના વતનમાં જવા-આવવા માટે તેમજ ડેપો ખાતેથી પોતાના વતનમાં જવા માટે પુરતા પ્રમાણમાં એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલ છે.

ગત વર્ષની જેમ આ વર્ષે પણ સી.ટી.એમ.ચાર રસ્તા, અમદાવાદ થી તેમજ ગોલ્ડન ચોકડી, વડોદરા થી અત્રેના વિભાગના વિવિધ ડેપી સુધી તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફથી અત્રેના વિભાગમાં આવનાર તમામ મુસાફરો માટે તેઓના માદરે વતન જવા માટે જે તે ડેપોમાં આવ્યા બાદ તરત જ એક્સ્ટ્રા બસોનું આયોજન કરી તેઓના વતન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવનાર છે તથા તે જ પ્રમાણે દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ પણ દરેક ડેપો ખાતેથી રીટર્ન થનાર મુસાફરો માટે તા-૨૯/૧૦/૨૦૨૨ થી સતત એકસ્ટ્રા બસોનું આયોજન કરી તેઓને જે તે શહેર ખાતે પહોંચાડવાનું આયોજન કરવામાં આવેલ છે.

વધુમાં જણાવવાનું કે, દિવાળી દરમ્યાન તેમજ દિવાળી બાદના સમયમાં પણ વિભાગના તમામ ડેપો ખાતે મુસાફરો માટે ઓનલાઈન બુકીંગની બારી/રીઝર્વેશનના કાઉન્ટરો સતત કાર્યરત રાખવામાં આવશે. જેથી મુસાફરો એડવાન્સ બુકીંગ કરાવી સરળતાથી મુસાફરી કરી શકશે. વધુમાં મુસાફરો એસ.ટી. બસોની માહિતી તેમજ ઓનલાઇન બુકીંગની વધુ વિગતો માટે નિગમની વેબસાઇટ wwwgsrtc.in તેમજ હેલ્પલાઈન નંબર – ૧૮૦૦૨૩૩૬૬૬૬૬૬/૦૭૯૨૨૮૩૫૦૦૦ ઉપરથી માહિતી મેળવી શકાશે. જેનો પણ મુસાફરોએ લાભ લેવા માટે વિનંતી કરાઇ છે તેમ વિભાગીય નિયામકશ્રી એસ.ટી.,ગોધરા દ્વારા એક અખબારી યાદીમાં જણાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here