જીલ્લા પુરવઠા અઘિકારીનો સપાટો… કાલોલની સરકારી દુકાને તપાસ બાદ અનધિકૃત જથ્થો સીઝ કરાયો…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :–

વાજબી ભાવ ની દુકાનો ના ગ્રાહકો દ્વારા અપુરતો જથ્થો આપતા હોવાની વ્યાપક ફરીયાદો ને કારણે મંગળવારે રાત્રે જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા કાલોલ ના વિજય સિનેમા પાસે આવેલ કાલોલ તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા સંચાલીત વિરાજ ખેર ની વાજબી ભાવની દુકાને ઓચિંતી મુલાકાત લઈ સરકારી જથ્થાની ચકાસણી કરતા સ્ટોક કરતા વધારે જથ્થો મળી આવ્યો હતો જેને પરિણામે પુરવઠા વિભાગે ઘઉના ૧૦ કટ્ટા, ૩૪ કીલો ચણા, ૧ કટ્ટો ચોખા,૧૦ કટ્ટા તુવેરદાળ, ૨ કટ્ટા ચણાદાળનો જથ્થો સીઝ કરેલ રાત્રે દુકાનની તપાસ કરતા સ્થાનીક લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા કાલોલ ખાતે રેડ કરતા વાજબી ભાવના દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here