જાંબુઘોડા તાલુકાના ડુમા ગામે ગત રોજ પડેલા ભારે વરસાદના પગલે ધસમસતા પાણીમાં ચેકડેમ ક્રોસ કરી રહેલા 24 વર્ષીય યુવકનો પગ લપસતા પાણીના ધસમસતા પ્રવાહમાં તણાતા મોત

જાંબુઘોડા, (પંચમહાલ) ચારણ એસ વી :-

સ્થાનિકો એ પાણી ઓસરતા તણાયેલા યુવાન ની શોધ ખોળ કરતા મૃતદેહ મળી આવ્યો હતો

જાણવા મળ્યા મુજબ ગત્ ૨૮ જુલાઈ ના રોજ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા સહિત સમગ્ર તાલુકામાં ભારે મેઘ વર્ષા થઈ હતી અને છ ઈંચ જેટલો વરસાદ થતાં ગ્રામીણ વિસ્તારમાં પણ જળ બંબાકારની સ્થિતી સર્જાઇ હતી જેમા જાંબુઘોડા તાલુકા ના ડુમા ગામે વચલા ફળિયામાં રહેતો ૨૪, વર્ષીય સુભાષભાઈ પૂનમભાઈ નાયક જેવો ચાલુ વરસાદમાં કોઈ કામ અર્થે ખેતરે ગયા હતા જ્યાં તેઓ ખેતરેથી પરત ઘરે ફરી રહ્યા હતા તે સમયે કોતર માં પાણી આવી જતા ચેક ડેમ ઉપર પસાર થઈ રહ્યા હતા તે સમયે ચેક ડેમ ઉપરથી પાણીનો પ્રવાહ ચાલતો હતો તે સમયે સુભાષભાઈ નો પગ લપસી જતા ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયા હતા
તેઓ રાત્રે ઘરે ના પહોંચતા ઘરના સભ્યો દ્વારા આજુ બાજુ માં તેમજ સગા સંબંધીઓમાં સુભાષ ભાઈ ની તપાસ કરતા કોઈ પત્તો લાગ્યો ન હતો જ્યાં ઘરના સભ્યો આનંદભાઈ વરસનભાઈ નાયક એ જાંબુઘોડા પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યાં પોલીસે તપાસ કરતા બીજા દિવસે સવારમાં કોતરમાંથી સુભાષભાઈ નો મૃતદેહ મળી આવ્યો હતો બનાવને પગલે ડુમા ગામે શોકનો માહોલ છવાયો હતો પોલીસે અકસ્માત મોત નો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here