છોટા ઉદેપુર તાલુકાનાં ધંધોડા પાસે ટ્રક ઘરના આંગણા માં ઘુસી ગઈ… બે બળદ અને એક ગાયનું ઘટનાસ્થળે મોત

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટા ઉદેપુર ના ધંધોડા ગામના પાટિયા પાસે ગત રાત્રીના છોટાઉદેપુર થી બોડેલી તરફ જતી ટ્રક નં GJ 12 BY 5317 પૂર ઝડપે જતી હોય જે આવેલાં ઘર માં ઘુસી ગઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી. જેમાં ઘર પાસે બાંધેલા બે બળદ અને એક ગાય નું મોત નિપજ્યું હતું. છોટા ઉદેપુર અને બોડેલી ને જોડતો મુખ્ય નેશનલ હાઈવે નં 56 ઉપર થી અસંખ્ય વાહનો રોજબરોજ પસાર થાય છે હાલના સમયમાં આ હાઈવે ઉપર ટ્રાફિક ની સમસ્યા પણ દીવસે ને દીવસે ગંભીર બનતી જાય છે જ્યારે અકસ્માતો નું પ્રમાણ પણ વધ્યુ છે. ગત મોડી રાત્રીના 3 થી 4 વાગ્યાં ની આસપાસ ધંધોડા ગામ માં રહેણાંક વિસ્તારમાં ઘર ના આંગણામાં રોડ ઉપર આવેલ બમ્પ કુદાવી દેતા ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. અને ટ્રક રોડ કુદાવી ઘર ના આંગણામાં ઘુસી ગઈ હતી અને પલટી ખાઇ ગઇ હતી. ધડાકા સાથે ટ્રક નો અક્સ્માત થતાં ઘરના સભ્યો તથા ગ્રામજનો ઉંઘ માંથી ઉઠી ગયા હતા અને ગભરાઈ ગયા હતા. આકસ્મીક ઘટના બનતા ઘટનાસ્થળે લોકટોળા ભેગા થયા હતા. જ્યારે જે ઘર સાથે ટ્રક અથડાઈ તેના ઘર આંગણે બે બળદ અને ગાય બાંધી રાખ્યા હોય જે ટ્રક પલટી ખાઇ જતાં દબાઈ જતાં મોત ને ભેટ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here