છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવાના અધ્યક્ષ સ્થાને કાર્યાલય પર મધ્ય ગુજરાત વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચાલતા ભારત સરકાર ની યોજના નલસે જલ ઘરે ઘરે પાણી પહોંચાડવા ને લઇ સરકાર તત્પર છે. ત્યારે વહેલી તકે પાણી લોકો સુથી પહોંચે એને લઈને મધ્ય ગુજરાતના વીજ કંપની ના ઉચ્ચ અધિકારીઓ સાથે સંસદ ગીતાબેન રાઠવા એ મિટિંગ બોલાવી જે જગ્યા પર નલ સે જલ યોજના નું કામ પૂર્ણ થઇ ગયુ હોય ત્યાં વીજ કનેક્શન મા કોઇ પણ પ્રકારની કામગીરી રૂકાવટ ના કરી વહેલી તકે વીજ કનેક્શન આપવા ઉચ્ચ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. એમાં ઉપસ્થિત રહેલા અધિકારીઓ મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિક્ષક ઈજનેર, અધિક મુખ્ય ઇજનેર તેમજ છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાના નાયબ ઈજનેરો સાથે નલ સે જલ યોજના ના વીજ કનેકશન અંગે પરામર્શ કરી વહેલી તકે નલ સે જલ યોજના અંતર્ગત થયેલ બોરવેલ ના વીજ કનેક્શન તેમજ મિટર વહેલી તકે મળે અને ઉનાળામાં પડતી પાણીની મુશ્કેલીઓનું નિરાકરણ વહેલી તકે આવે તે અંગે વિસ્તૃત ચર્ચા કરી ઝડપી કામગીરી અંગે સૂચન કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here