ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-
ગોધરા શહેરના ગોન્દરા વિસ્તારમાં આવેલ ઉસ્માને ગની (રદી.) પ્રાથમિક શાળા ગોન્દ્રામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે શાળામાં અભ્યાસ કરેલ ભૂતપૂર્વ વિધાર્થી નામે અન્સારી અલ્તાફ હુસેન મુસ્તાક અહેમદ જે હાલ ભારતીય નેવીમાં ફરજ બજાવે છે . તેઓ દ્રારા ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો.
તેઓ સમગ્ર પંચમહાલ જિલ્લામાં માંથી માત્ર એક જ વિધાર્થી ભારતીય નેવીમાં પસંદ થનાર છે તેઓનું ઉસ્માને ગની (રદી.) શાળા પરિવારે શાલ ઓઢાડીને તેમજ ટ્રોફી અને પ્રમાણ પત્ર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું
તેમને શાળા વિધાર્થીઓને ભારતીય નેવીમાં જોડાવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. શાળામાં તેમજ વિધાર્થીઓમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો હતો.
આ વિધાર્થીએ શાળાનું આખા પંચમહાલ જિલ્લાનુ નામ રોશન કરેલ છે. તેઓ ઉત્તરો ઉત્તર આગળ વધતા રહે તેવી શુભેચ્છાઓ.