છોટાઉદેપુર ભાજપા લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન બોડેલી ખાતે કરવામાં આવ્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

લોકસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ગુજરાતમાં આવેલી ૨૬ સીટો માટેનું ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારો ઘોષિત કરતા પહેલા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયોનું ઉદ્ઘાટન એક તારીખ,એક સમયે કર્યું છે.આવી ઘટના પહેલીવાર બનવા પામી છે.છોટાઉદેપુર લોકસભાનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન બોડેલી ખાતે રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા,સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ભીખુસિંહ પરમાર અને ગુજરાત પ્રદેશ એસસી મોરચા પ્રમુખ અર્જુનસિંહ ચૌધરીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.જેમાં છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા,ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,શૈલેષભાઇ મહેતા,દર્શનાબેન દેશમુખ,ચૈતન્યસિંહ ઝાલા,અભેસિંહભાઈ તડવી,રાજેન્દ્રસિંહ રાઠવા,જિલ્લા ભાજપા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા,જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ,ડેરી પ્રમુખ દિનુમામા,જી.બી સોલંકી સહીત હોદ્દેદારો,જિલ્લા,તાલુકા પંચાયત સદસ્યો,કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.છોટાઉદેપુર લોકસભાના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન નિમિત્તે કાર્યકર્તાઓને સંબોધતા મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઇ શાહે કોંગ્રેસ મુક્ત ભારત નો નારો આપ્યો છે.જેમાં ગુજરાત કોંગ્રેસ મુક્ત તરફ વધી રહ્યું છે અયોધ્યામાં પ્રભુશ્રી રામ ના ભવ્ય મંદિરનું લોકાર્પણથી ભારતભરમાં રામ રાજ્ય થવાનો મને ભાસ થાય છે.લોકસભામાં ભાજપાને ૪૦૦ થી વધુ સીટો મળશે તે દિશામાં પ્રજાનો ભરોશો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જીત્યો છે.કેન્દ્ર અને રાજ્યની સરકારોએ પ્રજાલક્ષી જનકલ્યાણકારી યોજનાઓ બનાવી તેને સેવસેતુ,વિકસિત ભારત સંકલ્પયાત્રાના માધ્યમથી વંચિતોને લાભ આપવાનું કાર્ય કર્યું છે.દેશને આઝાદી મળ્યા બાદ આ પહેલી બહુમતિવાળી સરકાર છે કે જેને પ્રજાજનોનો વિશ્વાસ મેળવ્યો છે.દેશમાં નરેન્દ્રભાઈ મોદીની ત્રીજી વાર સરકાર બનાવ જઈ રહી છે.જેમાં સહુ કાર્યકર્તાઓને કામે લાગી જવા આહવાન કર્યું હતું.મોટી સંખ્યામાં પધારેલ કાર્યકર્તાઓનો મંત્રીએ આભાર પ્રગટ કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here