એન.એસ.એસ. યુનિટ ખત્રી વિદ્યાલય દ્વારા વાર્ષિક શ્રમ શિબિરનું આયોજન પાંધરા મુકામે કરવામાં આવ્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

એન.એસ.એસ. યુનિટ ખત્રી વિદ્યાલય, બોડેલી દ્વારા પાંધરા મુકામે સાપ્તાહિક વાર્ષિક શ્રમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું.જેના ઉદ્દઘાટન સમારોહમાં ગામના સરપંચશ્રી , ગામના વડીલો , પાંધરા પ્રાથમિક શાળાના શિક્ષકો, SMC સભ્યો હાજર રહ્યા હતા.જેમાં NSS યુનિટના સ્વયં સેવકોને પ્રોત્સાહિત કરવા માટે શાળાના આચાર્યશ્રી યુ.વાય. ટપલા દ્વારા NSS ની પ્રારંભીક માહિતી આપવામાં આવી. ત્યારબાદ NSS યુનિટ ના પ્રોગ્રામ ઓફિસર એમ.એસ.માસ્ટર દ્વારા NSS ના ઉદ્દેશોની સમજ આપવામાં આવી.પ્રાથમિક શાળાના આચાર્યશ્રી દ્વારા બાળકોમાં ઉત્સાહ જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.આ સાપ્તાહિક શિબિરમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમ કે ગામના ફળીયાઓની,રસ્તાઓની,મંદિરની, ચોગાનની વગેરેની સફાઈ દ્વારા સ્વચ્છતા અભિયાન, ગામમાં મતદાન જાગૃતિ માટે રેલી અને શેરી નાટકો કરવામાં આવ્યા.અલગ અલગ ભીત સૂત્રો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો .સાક્ષરતા અભિયાન સંદર્ભે લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા.વ્યસન મુક્તિ અંગે પણ પ્રભાત ફેરી અને નાટકો, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા.ગામમાં નિ:શુલ્ક નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું. સમગ્ર શિબિરમાં ગામ લોકોએ ખુબ સારો એવો સહકાર આપી આ કાર્યક્રમ સફળ બનાવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here