છોટાઉદેપુર : બોડેલી નગરમાં ઇદે મિલાદુન્નબી નિમિત્તે ભવ્ય જૂલુશ યાત્રા કાઢવામાં આવી…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

તા. ૦૯/૧૦/૨૦૨૨ આજે ઇસ્લામી કેલેન્ડર અનુસાર ત્રીજો મહિનો એટલેકે “રબીઉલ અવ્વલ” નો બારમાં ચાંદ ની તારીખે ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર મોહમ્મદ સાહેબ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનો જન્મ દિવસ દુનિયાભર માં ઉજવવામાં આવી રહ્યો છે, આવા શુભ પ્રસંગે બોડેલી મા પણ મુસ્લિમ બિરાદરો દ્રારા નાત શરીફ (ધાર્મિક પઠનો) પઢતાં-પઢતાં જૂલુશ યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં નાના બાળકો થી લઈને મોટા મુસ્લિમ બિરાદરોએ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો. જૂલુશ યાત્રા પસાર થવા ના માર્ગ ઉપર ઠેર-ઠેર પ્રસાદ માં ચોકલેટ, બિસ્કિટ, ઠંડા પીણાં વગેરે નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.આ જૂલુશ યાત્રા બાદ મસ્જિદોમાં મોહમ્મદ સાહેબ ના ઉપદેશો અને આદર્શો ના વખાણ સાથે તેમના ૧૪૪૪ વર્ષથી સંભાળી રાખેલ બાલ મુબારક ની ઝીયારત કરવવામાં આવી હતી. તદુપરાંત બોડેલી નગરને તોરણો, રંગબેરંગી લાઈટો અને ઝંડાઓ દ્રારા શણગારી દેવાતાં પ્રજામાં અનેરો આંનદ જોવા મળ્યો હતો. આમ બોડેલી માં આજે મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસ એટલે કે “ઈદ-એ-મિલાદુન્નબી” ધાર્મિક ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here