છોટાઉદેપુર : બોડેલીના પીએસઆઇ એ.એસ સરવૈયા દ્વારા નગરમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યું

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઇ શ્રી.એ.એસ સરવૈયા સાહેબ દ્વારા તેમજ બોડેલી પોલીસ સ્ટાફ સાથે રાખીને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતુ અને કોરોના ની સંક્રમણની બે લહેર માંથી આઘાતમાંથી મુક્ત થયેલા મોટા ભાગના પ્રજાજણો ને બોડેલી પોલીસ સ્ટાફ પોતાનો પરિવાર સમજીને સ્વાસ્થ્યની સુરક્ષા માટે સમજણ સાથે કોરોના ની ગાઈડલાઈન નુ પાલન કરે તેમજ આપણી સુરક્ષા સમજીને માસ્ક વિતરણ કર્યું હતું બોડેલીમાં બે દિવસ પહેલા પણ નગરજનોને પોલીસ સ્ટાફ સાથે રહીને વિનંતી કરીને માસ્ક પહેરવા ની સૂચના પણ આપી હતી તે સાથે સાથે અલીપુરા ચોકડી ઉપર તેમજ ઢોકલીયા ચાર રસ્તા પાસે આજુબાજુના ગામડાંના તેમજ બોડેલીને આસપાસના બોડેલી ખરીદી કરવા આવતા મોટરસાયકલ તેમજ વાહન ચાલકોને તેમજ વટેમાર્ગુને માસ્ક ફરજિયાત પહેરવાની તેમજ. કોરોના ના સંક્રમણથી બચવા માટે બોડેલી પોલીસે આજે એક પ્રજાના હિત માટે ખુબ સરસ કાર્ય કર્યું છે બોડેલી પોલીસે તો માસ્ક આપીને એમનું કાર્ય સારું કર્યું છે પણ હવે પ્રજા પણ તેમની સૂચનાનું પાલન કરે અને માસ્ક ફરજિયાત પહેરે તેવી અમારી અપીલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here