છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાના કામના આરોપી તથા ભોગબનનાર સગીરને શોધી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગનાઓ તથા આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ય છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ. જે સબંધે એલ.સી.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા જે અન્વયે ASI રેવલભાઇ કરશનભાઇ તથા HC વીરસીંગભાઇ રેવનભાઇ નાઓને સંયુક્ત ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, છોટાઉદેપુર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૨૨૩૦૭૫૨/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬ મુજબના ગુનાના કામે આરોપી ધર્મેશભાઇ કટાયલાભાઇ ઉર્ફે બાવાભાઇ જાતે રાઠવા રહે.જામલા,સુથાર ફળિયા તા.જી.છોટાઉદેપુર તથા આ કામે ભોગ બનનાર સગીર બંન્ને જણા જામલા ગામે આરોપીના ઘરે હાજર હોવાની ચોક્કસ હકીકત મળતા આરોપીના ઘરે જઇ વેરીફાઇ કરતા આ કામના આરોપી તથા ભોગબનનાર સગીર હાજર મળી આવતા જેઓને હસ્તગત કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સ્ટે.ડા નોંધ કરાવી આગળની કાર્યવાહી સારૂ છોટાઉદેપુર પો.સ્ટે સોંપવમાં આવેલ છે.
પકડાયેલ ઇસમ :-
ધર્મેશભાઇ કટાયલાભાઇ ઉર્ફે બાવાભાઇ જાતે રાઠવા રહે.જામલા,સુથાર ફળિયા તા .જી.છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here