છોટાઉદેપુર નગરમાં હજારો શ્રધ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર રાજવી સ્વ ફતેસિંહજી મહારાજાની પ્રતિમા ખંડિત થતા નારાજગી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર નગરમાં પોસ્ટ ઓફીસ પાસે આવેલી છોટાઉદેપુર ના રાજવી મહારાવલ મહારાજ ફતેસિંહજીનું સ્ટેચ્યુ આવેલું છે. જે મંગળવારે અચાનક ખંડિત થઈ ગયું હતું. ખંડિત થયેલું ઇટાલિયન માર્બલનું સ્ટેચ્યુ ઇસ 1934માં રાજવી પરિવાર દ્વારા બનાવવામાં આવ્યું હતું. જે અચાનક ખંડિત થતા હજારો શ્રધ્ધાળુઓમાં ભારે દુઃખની લાગણી ફેલાઇ હતી. અને ખંડિત થયેલ સ્ટેચ્યુ જોવા લોકટોળા ઉમટી પડ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરના રાજવી મહારાવલ મહારાજ ફતેસિંહજી એ છોટાઉદેપુર નગર વસાવ્યું અને વિકાસ કર્યો હતો. નગરને ઘણી ઉત્તમ ભેટ આપી સમગ્ર રાજવી પરિવારનું નામ રોશન કર્યું હતું. ઇસ 1934 માં બનેલું ફતેસિંહજીની પ્રતિમા મંગળવારે અચાનક ખંડિત થઈ હતી. ઉપર લાગેલા છત્ર સાથે પ્રતિમા નું મસ્તક આકસ્મિક જમીન દોસ્ત થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. જ્યારે સમગ્ર નગરમાં શોકની લાગણી ફેલાઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરના રાજવી ફતેસિંહજી મહારાજની આ પ્રતિમા પાસે હજારો શ્રદ્ધાળુઓ દશેરા તથા ગ્રામીણ વિસ્તારોમાં તહેવાર હોય જે સમયે આવી માથું ટેકવે છે. શ્રીફળ વધેરી દીવો અગરબત્તી કરી પ્રસાદ ધરાવે છે. અને ભારે આસ્થા સાથે નગના રાજવીની પ્રતિમાને માથું ટેકવે છે. જે પ્રતિમા મંગળવારે અચાનક ખંડિત થતા આદિવાસી પંથકમાં ભારે શોકની લાગણી ફેલાઇ છે. ફોરેનથી મંગાવેલો ઇટાલિયન માર્બલની પ્રતિમા છોટાઉદેપુર નગરની શોભા હતી. જ્યારે ગઈકાલે અચાનક ખંડિત થતા નગરના શોક ફેલાયો હતો. જ્યારે નગર ઉપર આફત આવવાની હોય તેવી માન્યતાઓ એ જોર પકડયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here