છોટાઉદેપુર નગરની વચ્ચો વચ આવેલ કુસુમસાગર તળાવ કિનારે મચ્છરોના ત્રાસથી પ્રજા ત્રાહિમામ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર નગરની મધ્યમાં સ્ટેટ સમયનું વિશાળ કુસુમસાગર તળાવ આવેલું છે. જે નગરની શોભા ગણાય છે. પરંતુ હાલ નગરની શોભા સામે ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે. પરંતુ તંત્ર મૌન છે. જ્યારે તળાવમાં થતી ગંદકીઅને કિનારા વિસ્તારોમાં ભારે મચ્છર અને ગંદા પાણીની અસહ્ય દુર્ગંધથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. જ્યારે તંત્ર પાસે કિનારા વિસ્તારની ની સાફ સફાઈ કરાવવાનો પણ સમય નથી હવે જોવાનું એ છે કે પ્રજાની આ સમસ્યાનો કેટલા સમયમાં નિકાલ આવશે. છોટાઉદેપુર નગરમાં વર્ષો જૂનું કુસુમસાગર તળાવ આવેલું છે. જેને સાફ કરવા અર્થે ભૂતકાળમાં ઘણી કામગીરી કરવામાં આવી પરંતુ તે સંપૂર્ણ સાફ થઈ શક્યું નહિ જે ભારે નવાઈની વાત છે. હાલમાં ઘણા સમયથી તળાવ કિનારા પાસે રહેતી પ્રજાની હાલત કફોડી બની છે. પવનની લહેરની સાથે સાથે અસહ્ય દુર્ગંધ આવે છે. જ્યારે તળાવ કિનારા ઉપર મચ્છરો અને જીવ જંતુનો ત્રાસ પણ વધારે જોવા મળી રહ્યો છે. મચ્છર કરડવાને કારણે ડેન્ગ્યુ મેલેરિયા જેવી બીમારીઓ પણ થઈ શકે છે. અને રોગ ચાળો પણ વકરી શકે છે. પરંતુ આ દેખીતી સમસ્યા નું નિરાકરણ વર્ષોથી તંત્ર પાસે નથી. તો શુ આજ રીતે પ્રજાએ સહન કરવાનું રહેશે તેમ ચર્ચાઓએ જોર પકડયું છે.
હાલ નગરપાલિકામાં વહીવટદારનું સાસન ચાલી રહ્યું છે. જ્યારે અગાઉના સમયમાં સત્તાધીશો દ્વારા નગરમાં આવેલ કુસુમસાગર તળાવને સાફ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી પરંતુ તેમાં કોઈ ફેર પડ્યો નહિ નગરના ઘણા વિકાસના કામોમાં નાણાં નો વેડફાટ થાય છે. હવે જે થવાનું હતું એ થઈ ગયું પરંતુ સમસ્યાનો નિકાલ આવતો નથી. તો સુ નિમાયેલા વહીવટદાર આ અંગે કાળજી લેશે કે કેમ પ્રજામાં પ્રશ્ન ઉઠી રહ્યો છે. તળાવ કિનારે ભારે ગંદકીનું સામ્રાજ્ય છે. મચ્છરો તથા ઊડતી જીવતોના શમન માટે જનતું નાશક દવા, તથા ડી ડી ટી પાઉડરનો છાંટકાવ કરવો પણ આવશ્યક છે. તળાવ સાફ થશે ત્યારની વાત ત્યારે પરંતુ હાલ મચ્છર અને ઊડતી જીવતો તથા દુર્ગંધ ને રોકવા તંત્ર પગલાં ભરે તે અંગે પ્રજાની માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here