છોટાઉદેપુર થી નાથદ્વારા ( શ્રી નાથજી) સુધી એસટી બસ શરૂ કરવા શ્રદ્ધાળુઓની માંગ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લામાં અસંખ્ય વૈષ્ણવો રહે છે જેમાં છોટાઉદેપુર જિલ્લાના કવાટ તેજગઢ જબુગામ પાવીજેતપુર પાનવડ બોડેલી માકણી કોસીન્દ્રા સંખેડા કલારાણી તેમજ આજુબાજુ મોટા નાના ગામડામાં સમાવેશ થાય છે છોટાઉદેપુર જિલ્લામાં રહેતા વૈષ્ણવ સમાજ ના પ્રાંણ થી પ્યારા શ્રીનાથજી બાવાનું મંદિર રાજસ્થાનમાં આવેલ છે આ નાથદ્વારા ભગવાન શ્રીનાથજી મંદિરે અને અપાર શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે વારંવાર શ્રીનાથજી બાવાના દર્શને જતા હોય છે ખાસ કરીને શ્રાવણ મહિનાના પવિત્ર તહેવાર ચાલુ થતા જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે અને દર્શનના લાભ લેવા માટે જતા આવતા હોય છે તહેવારો દરમિયાન કાકરોલી મુકામે વૈષ્ણવ સમાજના ધર્મગુરુ પણ હોય છે ત્યારે મોટાભાગના વૈષ્ણવો એકત્રીસ થાય છે પરંતુ જવા આવવામાં પરંતુ જવા આવવા માટે સામાન્ય તેમજ મધ્યમ વર્ગના વૈષ્ણવોને ભારે તકલીફ પડે છે અને ખાનગી વાહનમાં ભાડું પોસાતુ ન હોવાથી વૈષ્ણવોને ભારે તકલીફ પડે છે અને ટુકડે ટુકડે બસમાં જવાથી સમય પણ બરબાદ થાય છે માટે છોટાઉદેપુર થી નાથદ્વારા ડાયરેક્ટ બસ મુકવા વૈષ્ણવ સમાજની માંગ છે અને છોટાઉદેપુર થી નાથદ્વારા ડાયરેક્ટ બસ શરૂ કરે તેવી તંત્રની જોડે પણ માંગ કરેલી છે વહેલી તકે વૈષ્ણવોની માંગ પૂરી કરે તેવી આશા વ્યક્ત કરેલી છે જિલ્લાના વૈષ્ણવ સમાજના આગેવાનો છોટાઉદેપુર થી સૌરભ ભાઈ સાહ તેમજ તેજગઢ થી રમેશભાઈ સાહ જેતપુર થી ઉમેશભાઈ શાહ મોન્ટુભાઈ શાહ જબુગામ થી રાજેન્દ્રભાઈ શાહ તેમજ આશિષભાઈ દેસાઈ અને બોડેલી થી કાર્તિકભાઈ સરપંચ અને વૈષ્ણવ સમાજના આગેવાન અશ્વિનભાઈ શાહ તેમજ છોટાઉદેપુર જિલ્લાના વૈષ્ણવ સમાજ છોટાઉદેપુર થી નાથદ્વારા એસ ટી બસ શરૂ કરે તેવી માંગ કરેલી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here