છોટાઉદેપુર : જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારના સિહોદ ચોકડી પાસેથી કિ.રૂ.૪૨,૧૬૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રીઓને નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ….
જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકતના આધારે સિહોદ ચોકડી ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૪૨,૧૬૦/-નો મુદામાલ તથા દારૂની હેરફેરી કરવા ઉપયોગમાં લીધેલ મારૂતિ સુઝુકી કંપનીની ઇક્કો ફોર વ્હિલર ગાડી જેનો રજી.નં-GJ-34-H-3527 ને પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે…

કબ્જે કરવામાં આવેલ મુદામાલ :-
(૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂ નંગ-૧૬૪ કિ. .રૂ.૪૨,૧૬૦ /-
(૨) મારૂતિ સુઝુકી કંપનીની ઇક્કો (રજી.નં.GJ-34-H-3527) કિ.રૂ.૨,૦૦,૦૦૦/-
(૩) મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦/-
(૪) રોકડા રૂપિયા કિ.રૂ.૮૦૦/- કુ.કિ.રૂ.૨,૪૭,૯૬૦/-
પકડાયેલ ઇસમઃ-
ઓરસલભાઇ પારસીંગભાઇ રાઠવા રહે.કાનાવાંટ,નિશાળ ફળિયુ,તા.જી.છોટાઉદેપુર
પકડવાના બાકી ઇસમઃ-
(૧) ક્રિષ્નાભાઇ રહે ખોડીયાર નગર,વડોદરા
(૨) સરકારી દારૂની દુકાનનો માલિક રહે-ચાંદપુર,મધ્યપ્રદેશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here