છોટાઉદેપુર : જીલ્લા કક્ષાએ થનારા કાર્યક્રમમાં કલેકટરને નોડલ અધિકારી તરીકેની જવાબદારી સોપાઈ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

આઝાદીકા અમૃત મહોત્સવના વર્ષ પૂર્ણ થવાના આરે છે ત્યારે ક્લોસિંગ મંથ તરીકે ઓગષ્ટમાં આ વખતે “મેરી મીટ્ટી, મેરા દેશ” થીમ અને “મીટ્ટીને નમન, વીરોને વંદન” ટેગલાઈન હેઠળ ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં વિવિધ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે આજે ચીફ સેક્રેટરીની એક વિડીઓ કોન્ફરન્સનું આયોજન જીલ્લા કલેકટર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં છોટાઉદેપુર કલેકટર સ્તુતિ ચારણ, એસપી ધર્મેન્દ્ર શર્મા, અધિક નિવાસી કલેકટર કેડી ભગત, એસડીએમ મેત્રીદેવી, નાયબ કલેકટર અમિત ગામીત, ટીડીઓ, મામલતદાર વગરે અધિકારીઓ આ વીસીમાં જોડાયા હતા. ગત વર્ષે આ બેનર હેઠળ જુલાઈ૨૦૨૨ સુધીમાં ગુજરાતમાં ૬૦ હજાર જેટલા કાર્યક્રમ ૭૨ અઠવાડિયામાં યોજવામાં આવ્યા હતા. જે આ વર્ષે વધીને રાજ્ય કક્ષાએ ૧ લાખ ૮૬ હજાર સુધી થયેલ છે.
ગુજરાત રાજ્યના કાર્યક્રમ ભારતભરમાં સૌથી વધારે નોંધાયા છે. આ વર્ષે ૯ મી ઓગષ્ટથી પંચાયત સ્તરે, નગરપાલિકા, મ્યુનિસિપલ કક્ષાએ, જીલ્લા સ્તરે, રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ એમ દરેક સ્તરે પાંચ પ્રકારની વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવાનું સુચન કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના રમતગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગને કરવામાં આવેલ છે. ગ્રામ્યકક્ષાએ ૨.૫ લાખ પંચાયતોને આ પ્રોગ્રામમાં સાંકળી લેવામાં આવશે. જેમાં મુખ્યત્વે શહીદોને શ્રધાંજલિ, દેશભક્તિ થીમ, મીટ્ટી યાત્રા જેવા કાર્યક્રમ કરવામાં આવનારા છે. જેમાં ગુજરાત માંથી દરેક તાલુકામાં એક એમ કૂલ ૨૪૮ માટીના કલશ દિલ્હી કર્તવ્યપથ ખાતે રાજ્યના તમામ તાલુકાના એક યુવાન પ્રતિનિધિ સાથે મોકલવામાં આવશે. દરેક સ્તર પર પાચ પ્રવુંતીઓ જેને પાંચ પ્રણ પ્રતિજ્ઞા તરીકે નામકરણ કરવામાં આવેલ છે તે સમગ્ર દેશમાં યોજવામાં આવશે. જેમાં શિલા-ફલકમ, પંચ-પ્રતિજ્ઞા, વસુધા-વંદન, વિરો-કો-વંદન, રાષ્ટ્રધ્વજ-રાષ્ટ્રગાન કાર્યક્રમ જેવા પાંચ કાર્યક્રમો કરવામાં આવશે. જેમાં ભારતના દરેક નાગરિકો રજીસ્ટ્રેશન, ફોટો અપલોડ, સેલ્ફી વિથ મીટ્ટી, વગેરે ઓનલાઈન કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે. જીલ્લા સ્તરે કલેકટર આ પ્રોગ્રામના નોડલ અધિકારી રહેશે. સરકારી કક્ષાએ શાળા, કોલેજ, પોલીસ ચેક્પોઈન્ટ, પંચાયત ઘર જેવા સ્થળોએ વિશેષ કાર્યક્રમો કરવાના રહેશે. જેના માટે લોકેશન, આઈ.ઈ.સી, એક્શન પ્લાન, ફરજો, વગેરે કામગીરીનું આયોજન કરવાનું રહેશે. વિડીઓ કોન્ફેરંસ બાદ કલેકટરે અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી જેમાં આ બાબતે તમામ અધિકારીઓને સફળ આયોજન કરવા માટે સુચન કર્યું હતું તેમજ કામની વહેચણી માટે અલગ અલગ અધિકારીઓને જવાબદારી સોંપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here