છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા નસવાડી ખાતે પશુપાલન શિબિર યોજવામાં આવી

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

શિબિરમાં ૨૦૦ જેટલા પશુ પાલકો જોડાયા

આજરોજ નસવાડી હાઈસ્કૂલ ના ગ્રાઉન્ડમાં કોમ્યુનિટી હોલ ખાતે નસવાડી પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નસવાડી તાલુકાના વિવિધ પશુપાલકો ને આમંત્રણ આપી બોલાવવામાં આવ્યા હતા જેમાં બસ્સો જેટલા પશુ પાલકો ભેગા થયા હતા અને શિબિરનો મુખ્ય હેતુ એ હતો કે જે આપડા તાલુકાના પશુપાલકો છે તે વૈજ્ઞાનિક ઢબે પશુઓનું પાલન કરી આગળ વધે અને પશુપાલકોની આવક બમણી થાય જે ખેતી કરી આવક મેળવેછે એ રીતે પશુઓનું પાલન કરી બમણી આવક મેળવે અને સરકારનો જે હેતુ છે કે પશુપાલકોની આવક બમણી થઈ શકે એના માટે શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું તાલુકામાંથી અને જિલ્લામાંથી આવેલ જે ડોક્ટરો અને અધિકારીઓ છે એ લોકોએ વૈજ્ઞાનિક રીતે પશુપાલન કેમકરી કરી શકાય એ અલગ અલગ વિષય પર માહિતી આપી જ્ઞાન આપવામાં આવેલ છે જેના આધારે લોકોનું નોલેજ વધે અને પશુપાલકો સુધી આ માહિતી પોહચે અને પશુપાલકો જે બીજા જિલ્લાઓ માં આગળ વધેછે એજ રીતે આપણા આદિવાસી વિસ્તારમાં લોકો જાગૃત થાય અને પશુપાલન ક્ષેત્રે આગળ આવે એ હેતુ થી શિબિરનું આયોજન કરવામાં આવેલ છે અને શિબિર માં પશુપાલન ના વ્યવસાયમાં પશુ આરોગ્યનું શુ મહત્વ છે પશુ તંદુરસ્ત છે કે નહી તે કેવી રીતે જાણી શકાય પશુ બીમાર છે તે કેવી રીતે જાણી શકાય પશુઓમાં કયા સામાન્ય રોગો છે તે કેવી રીતે જાણી શકાય પશુઓને અપચો શાના માટે થાય છે જાનવરો માં આફરો ચઢે તો શું કરવું ચેપી ગર્ભપાત અટકાવવા માટે રસી મુકાવવી પશુને હડકવો થાય તેના માટે શું કરવું દુધાળા પશુઓના વિયાણ બાદ ઠંડી પડી જવાની બીમારી શેને લીધે થાય છે પશુઓમાં રસીકરણ ના ફાયદા કયા છે પશુઓને લીલો રજકો ખવડાવી શુ કાળજી લેવી જોઈએ સાયલેજ એટલે શું જાનવરો ની કઈ જાતો રાખવાથી વધુ દૂધ ઉત્પાદન મળશે ગાય-ભેંસ કેટલા દિવસે ફરી વેતર માં આવેછે વાછરડા પાડીયા ઉછેરની માહિતી પશુ માવજતની માહિતી મિલકિંગ મશીનથી કયા ફાયદા થાયછે પશુઓ માટે પાણીનું શું મહત્વ છે ૩૫૦થી૪૦૦ લીટર લોહીના આંચળ માં પરિભ્રમણ બાદ ૧લીટર દૂધ ઉત્પાદન થાયછે આવી અનેક માહિતી પશુઓ વિશે આપવામાં આવી હતી અને આ શિબિરમાં જિલ્લાના પશુપાલન અધિકારી છોટાઉદેપુર ડૉ. વી.કે.ગરાસીયા ડૉ. ધવલ મંડવીયા ડૉ. વસીમ પઠાણ ડૉ. ડી.જે પટેલ ડૉ. નેહલ રાઠવા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને દરેક આવનાર ને ભોજન પણ કરાવવામાં આવ્યો હતો અને ભોજન બાદ તમામ લોકો પરત ગયા હતા અને આ રીતે કાર્યક્રમ ને અંજામ આપવામાં આવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here