છોટાઉદેપુર જિલ્લામાં યોજાનારા જીલ્લા અને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વર્ગ-૧ અધિકારીઓ ઉપસ્થિત રહેશે

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

આગામી તા. ૨૭ સેપ્ટેમ્બરના રોજ સવારે ૧૦:૩૦ કલાકે છોટાઉદેપુર તાલુકાના તમામ તાલુકા મથકે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તથા જીલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૯-૦૯-૨૦૨૩ શુક્રવારના રોજ સવારે ૧૧ લાકે યોજવામાં આવશે. આ સ્વાગત કાર્યક્રમમાં જીલ્લાના વર્ગ-૧ના અધિકારીઓ ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નો સાંભળી નિરાકરણ લાવશે.
આગામી તા. ૨૭ સેપ્ટેમ્બરના બુધવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકે છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાઓના તાલુકા મથકોએ યોજાનારા તાલુકા સ્વાગત કાર્યક્રમનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઘડી કાઢવામાં આવેલા આયોજન મુજબ પાર્ટીજેતપુર ખાતે યોજાનારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પ્રોત અધિકારી,છોટાઉદેપુર, સંખેડા તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી, બોડેલી તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં પ્રાંત અધિકારી, બોડેલી, છોટાઉદેપુર તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક, નસવાડી તાલુકાના સ્વાગત કાર્યક્રમ પ્રાયોજના વહીવટદાર, કવાંટ તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ઉપસ્થિત રહેશે.
તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારે પોતાના વ્યક્તિગત પ્રશ્નો ટાઇપ કરેલી અરજી કોન્ટેકટ નંબર તથા સરનામા સાથે અમલીકરણ અધિકારીને ઓછામાં ઓછી ત્રણ વાર કરેલી અરજીની નકલ સાથે સંબંધિત મામલતદાર કચેરીને તાલુકા સ્વાગત કાર્યક્રમ એમ અરજીના મથાળે લખી તા. ૧૦/૦૯/૨૦૨૩ સુધીમાં મોકલી આપવાની રહેશે. વધુમાં જિલ્લા કલેકટર જિલ્લાના કોઇ પણ તાલુકાની ઓચિંતી મુલાકાત લઇ તાલુકા સ્વાગત કાર્યક્રમના સંચાલનની વિગતો ચકાસરો જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારશ્રીએ પોતાના વ્યક્તિગત/અંગત પ્રશ્ન ટાઈપ કરેલી અરજી કોન્ટેક્ટ નંબર તથા સરનામાં સાથેની . એક અરજીમાં એક જ પ્રશ્ન તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કરેલી અરજીની નકલ સાથે અત્રેની કચેરીને ઈ-જીલ્લા સ્વાગત કાર્યક્રમ એમ અરજીના મથાળે લખીઅરજી તા.૧૦/૦૯/૨૦૨૩ સુધીમાં સંબંધિત ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રીશ્રી મારફતે ગ્રામ પંચાયતના અધિકૃત ઇ-મેલ આઈડી પરથી થતી સકagatchhoggmil.com ઈ-મેલ આઈડી પર ઓનલાઇન મોકલી આપવાની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here