છોટાઉદેપુર જિલ્લામાં ધામધૂમ પૂર્વક બકરી ઈદની ઉજવણી કરવામાં આવી શાંતિમય અને ભાઈચારના વાતાવરણમાં તહેવારની ઉજવણી થઈ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લામાં આવેલ 6 તાલુકામાં ઠેર ઠેર મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઇદની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદની નમાજ અદા કરી એક બીજાને શુભકામના પાઠવવામાં આવી હતી. અને એક બીજાની તંદુરસ્તી સારી રહે તે માટે અલ્લાહ તાલા ને દુવા કરવામાં આવી હતી. છોટાઉદેપુર વડા મથક ખાતે પણ મુસ્લિમ બિરાદરો દ્વારા જામા મસ્જિદ તેમજ વિવિધ મસ્જિદોમાં ઈદની વિશેષ નમાજ ની સાથે ઈદુલ અદાની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ઈસ્લામી વર્ષનો અંતિમ 12 મો માસ એટલે જીલહજ આ માસની દસમી તારીખે દુનિયાભરના મુસ્લિમ બિરાદરો દ્વારા બલિદાનના પર્વ તરીકે ઈદુલ ઈદુલઅદહા બકરી ઈદની ઉજવણી કરવામાં આવે છે. આજરોજ તારીખ 29 જૂન 2023 ને ગુરુવારે સમગ્ર વિશ્વના મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદની શ્રદ્ધાભેર હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. છોટાઉદેપુર નગરના મુસ્લિમ બિરાદરો દ્વારા પણ આજના પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. ઈદની વિશેષ નમાજો માટે નગરની તમામ મસ્જિદો જામા મસ્જિદ મા ઈદ ની વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી. નમાજ બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. બકરી ઈદ પર્વ નિમિત્તે નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અને ટ્રાફિક અંગેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે શાંતિમય વાતાવરણમાં શ્રદ્ધા અને શાંતિ સાથે ઇદનો પર્વ ઉજવવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here