છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના 139 વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાં ધીરુભાઈ ભીલનું નામ જાહેર થતાં કોંગ્રેસ કાર્યકરોમાં ખુશીનો માહોલ

સંખેડા, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

તા-૫/૧૧/૨૨ ના રોજ કોંગ્રેસ દ્વારા ૪૩ ઉમેદવારો નામની યાદી જાહેર થતાં તેમાં સંખેડા તાલુકાની નામની પણ યાદી જાહેર થઈ હતી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે ત્યારે મોડી રાત્રે નસવાડીમાં કોંગ્રેસ દ્વારા ૪૩ ઉમેદવારોના નામની યાદી જાહેર થઈ ગુજરાત વિધાનસભામાં ચૂંટણીનો બિયુગલ ફુકાઈ ચૂક્યો છે આગામી ૧ અને ૫ ડિસેમ્બરના રોજ મતદાન બે તબક્કા થનાર છે ઉમેદવારોની પસંદગી પાર્ટી કરી રહી છે કોંગ્રેસ દ્વારા મોડી રાત્રે ૪૩ ઉમેદવાર ની યાદી જાહેર કરી હતી તેમાં છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ના ૧૩૯ વિધાનસભા બેઠક પર જુના જોગી અને પાંચ વખત કોંગ્રેસમાંથી વિધાનસભામાં રહી ચૂકેલા પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ ની પસંદગી કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસ કાર્યકર્તા ઓ ખુશ ખુશાલ જોવા મળ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here