ડભોઇમાં ડ્રેનેજની સમસ્યાથી છુટકારો ક્યારે…!!? “મોરવાળી જીનમાં ડ્રેનેજની અધૂરી કામગીરીને લઇ સ્થાનિકોમાં રોષ…તંત્ર ધોર નિંદ્રામાં..

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ભોઇ નગરમાં ડ્રેનેજ ની સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ બની રહી ભાજપ દ્વારા સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ ના સૂત્ર ને ભાજપ શાસિત ડભોઇ નગરપાલિકા એ નેવે મુકયો હોય એમ લાગી રહયુ છે.જ્યારે આ વિકરાળ બનેલ સમસ્યાને પત્રકારો દ્વારા મીડિયામાં ઉજાગર કરતા ડભોઈ નગર પાલિકા સફાળુ જાગી મોરવાળી જીન માં ડ્રેનેજ ની કામગીરી આરંભી હતી.પરંતુ કયા કારણો સર પાલિકાના કર્મચારીઓ દ્વારા કામગીરીને પડતી મૂકી દેવાતા એક અઠવાડિયા થી સ્થાનિકો ત્રાહિમામ થઈ ચૂક્યા છે. જ્યારે મોરવાલા જીન માં ભાજપ ના સંગઠન કેટલાક હોદ્દેદારો રહેતા હોવા છતાંય ડ્રેનેજ ની સમસ્યા નું સમાધાન થતું ના હોય એક ચર્ચા નો વિષય બનવા પામ્યો છે. ત્યારે ડભોઈ નગર પાલિકા ના પ્રમુખ અને ડ્રેનેજ સમિતિ ના ચેરમેન સરકારી ગાડી છોડી ચાલતા નીકળી નગર માં વિકરાળ બનેલ સમસ્યાનું અભ્યાસ કરે તો તેઓને નગરજનો કેટલી તકલીફો ભોગવી રહ્યા છે.તેનો આભાસ થાય તેવું સાથનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here