છોટાઉદેપુર જિલ્લાના શિક્ષકોએ આવનાર ચૂંટણીને અનુરૂપ જિલ્લાના અલગ-અલગ ગામોમાં જઈ શેરી નાટક દ્વારા મતદાનનું મહત્વ સમજાવ્યું

બોડેલી,(છોટાઉદેપુર)
ઈમ્તિયાઝ મેમણ

આવનાર ૨૮ ફેબ્રુઆરીના રોજ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી થનાર છે ત્યારે લોકશાહીને મજબૂત બનાવવા જિલ્લાના તમામ મતદારો ભાગ લે તે જરૂરી છે. જે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લાના શિક્ષકો એવા મકવાના જગદીશભાઈ, પટેલિયા પ્રવીણભાઈ, વણકર નારણભાઇ,રાઠવા રામસિંગભાઈ,રાઠવા સંજયભાઈ,સોલંકી જયદીપસિંહ અને રાઠવા શૈલેશકુમાર ની એક ટીમ બનાવી તેઓ દ્વારા જિલ્લાના અલગ અલગ ગામોમાં જઈને શેરી નાટક દ્વારા મતદાનનું મહત્વ સમજાવી રહ્યા છે.જે અનુષંધાને આજ રોજ ટીમ દ્વારા બોડેલી પોલીસ સ્ટેશન પાસે નાટક ભજવવામાં આવ્યું હતું જેને લઈ લોકોમાં કુતુહલ જોવા મળ્યું હતું.બોડેલી તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ સંદિપ જયસ્વાલ દ્વારા મતદારોમાં નાટક દ્વારા જાગૃતિ આવે અને તમામ મતદારો પોતાના મતદાનનો ઉપયોગ કરી લોકશાહીનો પાયો મજબૂત કરવા માટે સૌ મતદારોને પોતાનું યોગદાન આપવા જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here