છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પીઠા ગામમા રેતીનો સ્ટોક કરી વોશ કરતા લીઝ ધારક સામે ગામનો લોકોએ લીઝનો રસ્તો ખોદી વિરોધ નોંધાવ્યો

બોડેલી (છોટાઉદેપુર), ચારણ એસ વી :-

“કોતર ના પાણી થી મોટરો મુકી રેતી વોશ કરી દુષિત પાણી કરી દેતા પશુ પાલકો ને પાણીની સમસ્યા ઉભી થતા ગ્રામજનો માં ભારેરોષ જોવા મળ્યો”

બોડેલી તાલુકાના પીઠા ગામે ઓરસંગ નદી કિનારે લીઝ માલિકો દ્વારા કોતરના પાણીને લઈને રેતી વોશ કરતા હોય આવનારા દિવસોમાં પાણીની સમસ્યા ને લઈ પીઠા ગામના યુવાનો એ લીઝ માલિકો સામે લીઝ મા જવાનો રસ્તો ખોદી નાખી વિરોધ કર્યો.
“ટ્રેક્ટર મારફતે કાયદેસર રેતી વહન કરવા સ્થાનિક ટ્રેક્ટર વાળાઓએ મીડિયા દ્વારા સરકાર સામે માંગ કરી”
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પીઠા ગામે ગામના યુવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને તેઓ ઓરસંગ નદી કિનારે આવેલ એક કોતરમાં ખેતીલાયક પાણી હોય તે પાણીને રેતી વાળા ઉપયોગ કરી રહ્યા છે આ પાણી મોટર દ્વારા બહાર કાઢી અને રહેતી વોશ કરવામાં આવે છે અને આ વોશમાંથી નીકળેલ પાણી બધી કોતરમાં ઠલાવવામાં આવે છે માટે જતા દિવસોમાં પાણીની ખૂબ મોટી અછત પડશે તેવું ગ્રામજનો કહી રહ્યા છે. ઓરસંગ નદી કિનારે પીઠા ગામની પાસે આવેલ રેતી વોશ કરવાના પ્લાન્ટને બંધ કરાવવા ગ્રામજનો દ્વારા જેસીબી મશીન લાવીને ચીલા ઉપર ખાડો ખોદી દેવામાં આવ્યો હતો અને ગ્રામજનો એ વિરોધ કર્યો હતો પીઠા ગામના રાજેન્દ્ર બારિયા એ જણાવ્યું હતું કે આ કોતરમાં શિયાળા ઉનાળામાં પાણી હોય તો ખેતરોમાંઅનાજ પકવવા કામ લાગે છે જ્યારે પીઠા ગામના ઓરસંગ નદી કિનારે રેતી વોશ કરવા માટેનો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે અને આ રેતી કરેલ વોશિંગમાંથી નીકળતી માટી તેમજ પથ્થરોને આ કોતરમાં ઠલવવામાં આવે છે ત્યારે જતા દિવસોમાં પાણીની અછત જોવા મળશે
ગામના લોકોને ભારે મુશ્કેલી પડશે તે માટે તંત્ર દ્વારા નદી કિનારે આવેલ રેતી ધોવાના પ્લાન્ટને બંધ કરવા ગ્રામજનોની માંગ ગ્રામજનો દ્વારા આજે રેતી ભરવા જતા રસ્તા ઉપર જેસીબી મશીન દ્વારા ખાડો ખોદીને રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો ગામજનો ધ્વારા તેવુ પણ જાણવા મળ્યું હતું કે અમારા ગામમાં 45 થી 50 ટ્રેક્ટર છે પરંતુ આ લોકો અમને રેતી ભરવા દેતા નથી અમે લોકો કાયદેસરની રોયલ્ટી ભરવા તૈયાર છે તો પણ આ લોકો અમને રેતી ભરવા દેતા નથી માટે તેનો પણ વિરોધ દર્શાવ્યો હતો ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધી ને લોટ જેવી હાલત છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here