છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની જામલી ગ્રામ પંચાયત સમરસ

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

સરપંચ સાથે 8 વોર્ડના સભ્યો સમરસ

નસવાડી તાલુકાની 46 ગ્રામ પંચાયત ની ચૂંટણી ના ફોર્મ ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો એમાં જામલી ગ્રામ પંચાયત છે અને એ વર્ષો થી કોંગ્રેસ ના તાબા હેઠળ વર્ષોથી ચાલતી આવે છે અને ગ્રામ પંચાયત ની ચૂંટણી એ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી છે એમાં કોઈ પક્ષપાત આવતો નથી જે ઉમેદવાર ગામ લોકોને ગમે એ ઉમેદવારને ગામ લોકો ચુટી લાવે છે અને જામલી ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં જે પૂર્વેશ ભાઈ રાઠવા જે ભાજપ ના યુવા મોરચાના સક્રિય કાર્યકર તરીકે ઓળખાતા nu તેમની માતા લીલાબેન જનકભાઈ રાઠવા એમને ઉમેદવારી પત્ર ભરેલ છે અને જે જામલી ગ્રામ પંચાયત છે એ આજે બિન હરીફ થઈ છે ભાજપ ના તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ના કીધા મુજબ આશીષભાઈ દલવાડીના કેહવા પ્રમાણે જામલી ગ્રામ પંચાયત જે સમરસ થઈ છે એ ભાજપના જે વિકાસ છે એમને ધ્યાન મા રાખી જે જામલી પંચાયત ના નાગરિકોએ ભાજપ તરફી પ્રેરિત થઈ જામલી પંચાયત ને સમરસ કરી છે એમનો આભાર વ્યક્ત કર્યો હતો ભાજપ ના તાલુકા મહામંત્રી અનિલભાઈ શાહ ના જણાવ્યા મુજબ આ જામલી પંચાયત 60 વર્ષ થી આ જામલી બેઠક કોંગ્રેસ પાસે હતી એ ગોપાલ સિંહ અને રશ્મિકાંત વસાવા અને કાર્યકરોના પ્રયત્ન થી જે વર્ષો થી કોંગ્રેસ ની બેઠક હતી એને અમે સમરસ બનાવી છે તેના માટે અભિનંદન પાઠવ્યા હતા અને અમારા જે વિકાસના કામો છે જેમ કે રોડ રસ્તા પુલ જેને લઈ આ બેઠક અમે મેળવી છે એ અમને ખુશી છે એમ ભાજપ ના હોદ્દેદારો અને કાર્યકરો એ જણાવ્યું હતું અને પૂર્વેશભાઈ રાઠવા ની સારી કામગીરી કામ આવી છે એમ જણાવવામાં આવ્યું છે અને બિન હરીફ સરપંચ એ જણાવેલ કે હું ગામ માં વિકાસ કરીશ અને ગામ લોકોના પ્રશ્નો નું નિવારણ લાવીશ અને જામલી ગ્રામ પંચાયત ના બિન હરીફ થતા બિન હરીફ થયેલા સરપંચ સભ્યો માં ખુશી જોવા મળી હતી ભાજપ ના હોદ્દેદારો અને કાર્યકરોના જણાવ્યા પ્રમાણે આઝાદી પછી પહેલીવાર ભાજપ ના સહયોગ થી જામલી ગ્રામ પંચાયત ના સરપંચ અને સાથે 8 વોર્ડના સભ્યો ને સમરસ કરવાથી લોકોમાં ખુશી જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here