કેશોદ પોલીસની નિષ્ક્રિયતા કે પછી નિષ્ફળતાના પાપે મુસ્લિમ સગીરાના અપહરણની ઘટનાનો આરોપીઓ પોલીસ પકડથી દૂર…

કેશોદ,(જૂનાગઢ) આરીફ દિવાન (મોરબી) :-

મુસ્લિમ સગીરાના અપરણ આ મામલે ઉચ્ચ પોલીસ વડા સમક્ષ એ આઈ એમ આઈ એમ પાર્ટીના જિલ્લા પ્રમુખ સુલેમાન પટેલ કરી ફરિયાદ

જુનાગઢ જિલ્લાના કેશોદ ખાતે ગત તારીખ 4 11 2021 ના રોજ કેશોદના મુસ્લિમ ખલીફા સમાજની સગીર વયની દીકરીને અજાણ્યા શખ્શો ઉઠાવી ગયા અંગેની અપહરણ કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે એક મહિનાની ઉપર સમય ઘટનાને બનેલ હોય છતાં પોલીસના હાથમાં આરોપીઓ આજના આધુનિક યુગમાં પણ પોલીસના હાથ આવ્યા નથી તેથી ભોગ બનનારના પિતા પોલીસની નિષ્ક્રિયતા સામે રોષ ઠાલવી રહ્યા છે.
ગરીબ મુસ્લિમ ખલીફા સમાજ ની દીકરી ને શોધી કાઢવા માટે કેશોદ સ્થાનિક પોલીસ નિષ્ફળ નિષ્ક્રિય હોય જેથી જૂનાગઢ જિલ્લાના એ આઈ એમ આઈ એમ પાર્ટીના પ્રમુખ સુલેમાનભાઈ પટેલે મુસ્લિમ ખલીફા સમાજના ફરિયાદીને સાંભળી, વિગત મેળવી જિલ્લા ઉચ્ચ પોલીસ અધિકારી સમક્ષ ટેલિફોનિક તેમજ લેખિત ઓન લાઈન ફરિયાદ કરીને, ફરિયાદીને ઝડપી ન્યાય મળે અને સગીર વયની દીકરી મુસ્લિમ ખલીફા ને પોલીસ તંત્ર શોધીને આજના આધુનિક યુગમાં ફરી આવી દુઃખદ અપહરણ જેવી ઘટના કોઈ પણ સમાજમાં ના બને તેવા પ્રયાસો કરી પોલીસ ગીરી ખરા અર્થમાં સિંઘમ બની પ્રજાના રક્ષક સાચે કાયદો વ્યવસ્થાને જાળવી રાખવામાં સફળ બને તે આજના સમયની લાગણી સાથે માગણી ઉઠવા પામી છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે કેશોદ માં રહેતા મુસ્લિમ ખલીફા સમાજ ની દીકરી ને ગત તા.4-11-2021 ના રોજ કેશોદ મુકામેથી તેના ઘર પાસેથી કોઈ અજાણ વ્યકિત કે વ્યકિતઓ દ્વારા 13 વર્ષ અને 6 મહિનાની ઉંમરની સગીર વયની દિકરીને ઉઠાવી ગયાની ઘટના માં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી જન્મી છે જેથી સર્વે સમાજ ચિંતન કાર્યને ના મસીહા એ આઈ એમ આઈ એમ પાર્ટીના જૂનાગઢ જિલ્લા પ્રમુખ સુલેમાનભાઈ પટેલ દ્વારા જિલ્લા કક્ષાના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી છે જેથી સમયસર ફરિયાદીને ન્યાય નહીં મળે તો ભારતીય બંધારણ અનુસાર કાયદાકીય લડત સાથે ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવવો પડશે કે કેમ ? એતો આવનાર સમય કહેશે હાલ સગીર વયની દીકરીના પરિવારજનો ચિંતક બન્યો છે એવું એક યાદી માં એ આઈ એમ આઈ એમ પાર્ટીના જૂનાગઢ જિલ્લા પ્રમુખ સુલેમાનભાઈ પટેલે જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here