છોટાઉદેપુર ઈમરજન્સી ઓપેરેશન સેન્ટર છોટાઉદેપુર દ્વારા મકર સંક્રાંતિને લઈને ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

મકર સંક્રાંતિને લઈને ગુજરાત રાજ્ય આપતિ વ્યવસ્થાપન સતામંડળ અને કલેકટર કચેરીના ઈમરજન્સી ઓપેરેશન સેન્ટર, છોટાઉદેપુર દ્વારા કેટલીક બાબતો માટે સાવચેતી લેવા માટે ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે. મકર સંક્રાતિ પર્વ દરમિયાન સાવચેતીના પગલાઓ ભરવા આવશ્યક છે. આ પર્વમાં સાવધાની રાખી સુરક્ષિત રીતે પર્વની ઉજવણી થાય તે માટે નીચે પ્રમાણેની બાબતો કરવા માટે જણાવવામાં આવ્યું છે.
(આટલું કરવું:-)
પ્રાથમિક સારવારની કીટ તૈયાર રાખવી, રસ્તા પર ચાલતી વખતે વાહનોની અવરજવર પર ધ્યાન ન હોય તેવા પતંગ રસિયા અને બાળકોએ વાહનોથી સાવચેત રહેવું, પતંગ ચગાવવાના ધાબાની પાળીની ઉંચાઈ પૂરતી ઉંચી હોય તે આવશ્યક છે આથી તે ઉંચાઇ પૂરતી છે કે કેમ તેની ખાતરી કરવી. ઉપરથી પસાર થતાં હોય તેવા વીજળીના તારથી દૂર રહેવું. અગાશી કરતાં ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવાનું પસંદ કરવું. પતંગ ચગાવતા બાળકોના વાલીઓએ તેમના બાળકોની દેખરેખ રાખવી અને સમજદારી, સદભાવ, સાવચેતી એ ત્રણ શબ્દો યાદ રાખવા. સવારે ૬ થી ૮ અને સાંજે ૫થી૭ પતંગ ચગાવવાનું ટાળવું જેથી પક્ષીઓ ઘાયલ ન થાય.
(આટલું ન કરવું:-)
સિન્થેટિક વસ્તુઓ અને પ્લાસ્ટિકના ઉપયોગથી બનેલ દોરીઓ કે ચાઈનીઝ દોરીઓનો ઉપયોગ ન કરવો જોઈએ, વીજળીના તાર કે સબસ્ટેશનમાં ફસાયેલા પતંગને પકડવા જવાના પ્રયત્નો કરવા નહીં, લુઝ કપડાં ન પહેરવા, પતંગ ચગાવતી વખતે માથે ટોપી પહેરવી, મકાનોના ગીચ વિસ્તારોમાં પતંગ ચગાવવા નહી, ઢાળવાળી મકાનની છત હોય તેવા મકાન ઉપરથી પતંગ ના ચગાવવો, આકાશમાં પતંગ કપાઈ જાય તો મકાનોની છત ઉપરથી પતંગ લેવા દોડવું જોઇએ નહીં. થાંભલા કે મકાનની છત્ત પર ફસાયેલા પતંગને મેળવવા પથ્થર ન ફેંકવો.
જિલ્લામાં પર્વ દરમિયાન કોઈ જગ્યાએ દુર્ઘટના બને તો ઇમરજન્સીના સમયમાં જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ (આપત્તિ વ્યવસ્થાપન) હેઠળ ઇમરજન્સી ટોલ ફ્રી હેલ્પ લાઇન નંબરનો તાત્કાલિક સંપર્ક કરવો. હેલ્પ લાઈન નંબર ઇમરજન્સી ૧૦૮, કરુણા અભિયાન ૧૯૬૨, ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ નંબર ૦૨૬૬૯- ૨૩૩૦૨૧ અને ૦૨૬૬૯-૨૩૩૦૨૨ છે તેમ છોટાઉદેપુર જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ (આપત્તિ વ્યવસ્થાપન) દ્વારા જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here