છોટાઉદેપુર: આમ આદમી પાર્ટીના જિલ્લા તથા તાલુકા પદાધિકારીઓની સમીક્ષા બેઠક બોડેલી અતિથિ ગૃહ ખાતે યોજાઇ…

બોડેલી,(છોટાઉદેપુર)
ઇમ્તિયાઝ મેમણ

આમ આદમી પાર્ટી દ્વારા છોટાઉદેપુર જિલ્લા તથા તાલુકા પદાધિકારીઓ ની સમીક્ષા બેઠક બોડેલી અતિથિ ગૃહ ખાતે દિલ્લી થી આવેલ આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સચિવ તથા ગુજરાત ના સહ પ્રભારી રોમી ભાટ્ટી અને મધ્ય ગુજરાત ના સંગઠન મંત્રી અર્જુન ભાઈ રાઠવા ની અધ્યક્ષતા માં યોજવા હતી. આવનારા સમયમાં તાલુકા પંચાયત જીલ્લા પંચાયત ની ચુંટણી નજીક આવતા રાજકિય પક્ષો પોતાના ઉમેદવારો તેમજ કયા મુદ્દાઓ ને લઇ પ્રજા પાસે મત માગવા તેવી ચળવળ સાથે મીટીંગો નો દોર શરૂ થઈ રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા બોડેલી ખાતે મળેલી એક સમીક્ષા બેઠક માં છોટાઉદેપુર જિલ્લા તથા તાલુકા કક્ષા ના પદાધિકારીઓ ની સાથે સાથે અન્ય પદાધિકારીઓ ની નિયુક્તિ કરવામાં આવી હતી સાથે સાથે આવનાર સ્થાનીય સ્વરાજ ની ચૂંટણી માં ગુજરાત ની પ્રત્યેક નગર પાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતો પર ઉમેદવારો ની પસંદગી ની પ્રક્રિયા શરૂ કરવા માં આવી છે સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના જેવી મહામારી સામે આગોતરી સાવચેતીમાં મહત્વની ભૂમિકા ભજવનાર ઑક્સી મિત્ર ને ગુજરાત ની સાથે સાથે સમગ્ર છોટાઉદેુરમાં જિલ્લા ના ગામ, શહેર અને તાલુકાઓ ને આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ દ્વારા ઘરે ઘરે જઈ ઓકસીજન ની ચકાસણી કરશે તેમજ આમ આદમી પાર્ટી છોટાઉદેપુર જીલ્લામા નર્મદા કેનાલના પિવા અને સિચાઈ માટેના પાણી, શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તાની બદતર હાલત અને આવાસ સહિતની યોજનાઓમા થ‌ઈ રહેલ ગફલાઓને પણ મજબુતીથી ઉઠાવશે આ બેઠક માં હાજર રહેલ આમ આદમી ના સમસ્ત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ માં અનેરો જોશ દેખાઈ રહ્યો હતો ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી નજીક આવતા રાજકિય પાર્ટી દ્વારા પોતાના

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here